________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
પરમાત્મ જ્યોતિઃ
ઉત્તર–શ્રી કલ્પસૂત્રમાં પણ પંચમહાવ્રતધારી મુનિને સ ગુરૂ કહ્યા છે. અને તેમાં કહ્યું છે કે-જે કઈ હાલ સાધુ સાધ્વી ને નિષેધ કરે તે તેને સકલ સંઘબહિર્ કરે. શ્રી કલપસૂત્રમાં પંચમહાવ્રતધારીને જ સદૂગુરૂ કહ્યા છે. શ્રી મહાવીરસ્વામી વિગેરે સર્વ તીર્થકોએ ગૃહાવાસ ત્યાગી સાધુપદ અંગીકાર કર્યું, આજ સુધી પરંપરાગમ જોતાં પણ સાધુ મહારાજ સશુરૂ ચાલ્યા આવે છે. સાધુ મહારાજ “આચાર્ય ’ થઈ શકે છે અને સાધુ મહારાજ “ઉપાધ્યાય ” થઈ શકે છે. “સાધુરૂપગુરૂ” નવકાર મં. ત્રમાં અનાદિકાળથી કહ્યા છે. ચંદ પૂર્વનુંસાર નવકારમંત્ર છે. અને તેમાં અનાદિકાળથી મુનિને ગુરૂ માન્યા છે. પણ કેઈ ઠેકાણે ઘરબારીને ચારિત્રની અપેક્ષાએ ગુરૂ કહ્યું નથી. જુઓ નવકાર મંત્ર
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवझायाणं, नमो लोए सच साहूणं, एसो पंचनमुकारो, सव्व पावप्पणासणो, मंगलागं च सव्वे सिं, पढमं हवा मंगलं.
આજ સુધી તાંબરમાં તથા દિગંબરમાં પંચમહાવ્રતધારી નિગ્રંથને ગુરૂ કહ્યા છે. શ્રી તત્વાર્થસૂત્રમાં પંચમહાવ્રતધારી મુનિરાજને સશુરૂ કહ્યા છે. આચરાગ સૂત્ર, સૂપડાંગ સૂત્ર, ઠાણાંગ, સમવાય સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મકયાંગ, ઉપાસક દશાંગ, અંત ગડદશાંગ, અનુત્તરવવાઈ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર, દષ્ટિ. વાદ આદિ સર્વ સૂત્રામાં પંચમહાવ્રતધારી શ્રી સદગુરૂ કહ્યા છે, કદી ગૃહસ્થ ગુરૂ હોઈ શકે નહિ, હાલના કાળમાં અસંયતિ પૂજા નામનું દશમું આશ્ચર્ય પ્રગટયું છે. જેનામાં સંયતપણું નથી એવાને ગુરૂની પેઠે માનવામાં આવે છે અને તેને ખમા સમણ દેવામાં મિથ્યાત્વથી અધ થયેલા પુરૂષે જરા માત્ર પણ અમચાતા નથી.
પ્રશ્ન–જે લેકે સાધુ મહારાજને ગુરૂ માનતા નથી અને ગૃહસ્થ વેષવાળાને ચારિત્રધારક ગુરૂ માને છે. તે સૂત્રસિદ્ધાંતના ઉસ્થાપક ગણાય કે કેમ?
For Private And Personal Use Only