________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્નો પરમાત્મ જ્યોતિ:
ટા . यत्र यस्मिन् परात्मनि शुद्ध स्वरूपे नित्यं, त्रिकालाबाधितं, विज्ञानं, केवलज्ञानं, आनन्दं, वेदनीयः कर्मक्षयाज्जातमव्यायाधं, ब्रह्म चैतन्यं, प्रतिष्ठितं प्रकर्षण व्यक्तयास्थितं तस्मै शुद्धबुद्धस्वभावाय निर्मलज्ञाततत्त्व स्वभावाय, परात्मने परमेश्वराय नमः ॥२॥
ભાવાર્થ-જ્યાં નિત્ય વિજ્ઞાન આનંદ છે એવું બ્રહ્મ રહ્યું દે એવા શુદ્ધબુદ્ધ સ્વભાવવાળા એવા પરમાત્માને નમસ્કાર થાઓ. પરમશુદ્ધતાથી વ્યાપક પરમાત્મા સદાકાળ છે. ત્રણ કાલમાં પર માત્મા સ્વરૂપ શુદ્ધ રહે છે, આવિર્ભવની અપેક્ષાએ સિદ્ધસ્થાનમાં અનાદિ અનંતમા ભાંગે અને સાદિ અનંતમા ભાંગે અને પરમાત્મા સ્વરૂપ છે. તિરોભાવની અપેક્ષાએ અનાદિકાળથી પર માત્મસ્વરૂપ સર્વ જીવમાં રહ્યું છે પરમાત્મ સ્વરૂપમાં અનંત આનંદ સમયે સમયે વર્તે છે. પરમાત્મામાં અનંતજ્ઞાન રહ્યું છે. પરમાત્મામાં રહેલા અનંત ગુણપર્યાયને પ્રકાશ કરનાર વિજ્ઞાન છે. પરમાત્મ સ્વરૂપમાં અનંત આનંદ રહે છે તેને પ્રકાશ પણ જ્ઞાન કરે છે. જે પરમાત્મા રૂપમાં જ્ઞાનગુણ નહાતા આનંદને જાણનાર તે બની શકે નહીં. માટે પરમાત્મ સ્વરૂપ વર્ણન કરતાં ઉપાધ્યાય ભગવાને વિજ્ઞાન પશ્ચાત્ આનંદ પદ દશાવેલ છે વિ. જ્ઞાન જ્યાં હોય છે ત્યાં આનંદ હોય છે. વિજ્ઞાન થતાં તરત આનંદને ઉભરે પ્રગટે છે. જ્ઞાન થયા બાદ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિજ્ઞાનથી પરમાત્મસ્વરૂપને પૂર્ણ પ્રકાશ થાય છે. માટે જ્ઞાનથી વિજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સદાકાળ પ્રવૃત્તિ કરવી જે. ઇએ. પરમાત્મ સ્વરૂપ શુદ્ધ છે. એ શુદ્ધ સ્વરૂપમાં શાશ્વત આનંદ સમાચે છે માટે ભવ્યજીએ અશુદ્ધ સ્વભાવને ત્યાગ કરી શુદ્ધ સ્વભાવ અંગીકાર કરવો, અનાદિકાળથી આવિર્ભાવની અપેક્ષાએ શુદ્ધ સ્વભાવ આત્માને હોત તે પછી શુદ્ધ સ્વભાવ માટે જ્ઞાન ધ્યાનાદિક પ્રયત્ન કરવો વ્યર્થ થાય પણ અનાદિકાળથી
For Private And Personal Use Only