________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંભાવમાં વ્યર્થ હું, ગાળું નિશદીન કાળ; સ્મરણ કરૂ નહીં તાહરૂં, મુંઝી માયા ઝાળ; દેષ ન દેખુ આત્મના, પરદામાં રક્ત; કરૂ ન ભક્તિ સંતની, થયો કુસંગી ભક્ત. પરોપદેશે દક્ષતા, વાણું વદુ રસાળ; જાણે છો જિન એ સહ, દીને દ્વાર દયાળ. હાસ્ય કૂતુહલ મેં કર્યો, કીધાં ભક્ષ અભક્ષ જિનવર ભાષીત ધર્મમાં, કદી ન રાખ્યું લક્ષ. ૧૩ ઘડી ન કીધું ધ્યાન મેં, ઇચ્છયાં પૂજામાન; કદી ન ગાયા જ્ઞાનીને, ગાયાં કૂડાં ગાન. ન ન સદગુરૂ દેવને, ધરી ન આણું શીસ શિક્ષા દેતાં સંતપર, કીધી મનમાં રીસ. જન મનરંજન હેતુથી, કીધાં ધાર્મિક કર્મ, આત્મીક શુદ્ધ સ્વભાવને, ભૂલ્યો સત્યજ ધર્મ.
ક્યાં પ્રભુનિ નિઃસંગતા, કયાં પ્રભુને દૃઢ રંગ; ત્રિશલાનંદન જગધણી, સત્યજ તારે સંગ. રાગારિ જયથી થયે, રત્નત્રયી ગુણધામ; રાગારિ વશમાં પડયે, સર્વ દોષનું ઠામે. તુજ ઘટમાં રૂદ્ધિ સહુ પ્રગટી આવિર્ભવ તિરે ભાવ મુજમાં સહિ, પામ્યો હજી ન દાવ. ૧૯ નિજ પદ ભેગી તું સહિ; કરૂં હુ પુદગલ ભેગ; રેગી શેગી હું સહિ, ઘટે ન તુજમાં જોગ. ૨૦ અજરામર નિર્મલ તુહિ, શાશ્વત સુખ ભંડાર અભુત શકિત તાહરી, કઈ ન પામે પાર.
For Private And Personal Use Only