________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતે ચેતો ચિત્તમાં ચટપટ, સમજે નરને નારી;
માયા ન તારી માયા. આંખ મિચાએ કશું ન હાથે, જાવું સો વિસારીરે,
માયા ન તારી માયા. ૮ કરજે પરમામશું પ્રીતિ, ગુરૂ સેવા ઉપગારી રે;
માયા ન તારી માયા. બુદ્ધિસાગર ધમીજનની હું જાઉ બલિહારીરે.
માયા ન તારી માયા. ૯ અમદાવાદ. | શાંતિઃ |
પદ.
પરખીને લેજે નાણરે, આ આવ્યું ઉત્તમ ટાણુ. ટૅટે કરતાં તુરત વારમાં, આવે જમનું આણુરે. પરખીને, ૧ હે હે કરીને હસ્તાં આવ્યું, પરભવનું પસ્તાનુંરે, પરખીને. ફુલણ ફાંફાં મારે શુંતું, પડતું રહેશે ભાણુરે. પરખીને. ૨ શું મસ્તાનો થઈને મહાલે, ચાલ્યા લાખ નવાણુંરે. પરખીને. મેહમાયાના વશમાં થાતાં, પડયું ઝાઝમાં કાણું પરખીને. ૩ માથે કાલ ઝપાટો વાગે, ઉઘણ શું ઉંધાણું રે. પરખીને. થાતાં મેંદી આળસને તું, નર્કનું પામેલહાણુંરે પરખીને. ૪ પ્રભુને પ્રેમે કદી ન ભજતાં, દુઃખ વાદળ પથરાણરે, પર. જન્મ જરાનાં દુઃખડાં ટાળે, તે તને જોગી જાણુંરે, પર. ૫ હાહા કરતાં વાગાળે, આત્મિક ધન ભૂલાણું. પરખીને. બુદ્ધિસાગર ચેત ચતન, અંતર ગા ગાણુ. પરખીને ૬
– ( અમદાવાદ )
For Private And Personal Use Only