________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२४
અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, ઔદયિક જલધિ નિવાસી, પરભાવ નાગરાજ જીતીને ઉપર, પિયા છે વિષ્ણુ વિલાસીરે. રમ૦ ૮ નિજગુણ કર્તા પરગુણ હર્તા, આતમ કૃષ્ણ કહેવાયે; સમજ્યા વિણ તાણાવાણ કરીને, અન્તર ભેદ કો ન પારે. રમજે૯ આતમ કૃષ્ણને ભાવોને ગાવે, લેજો માનવભવ લહાવો; બુદ્ધિસાગર હરિ આતમરાયા, અત્તરદૃષ્ટિથી થાવરે.
રમજે૧૦ સાણંદ. ૩ૐ શાન્તિઃ
હવે મને હરિ નામશુ નેહ લાગે-એ રાગ.
પદ. ૨૬૭.
ચેતન ચેતે કોઇ ન દુનિયામાં તારું,
મિથ્યા માને છે મારૂ મારે. ચેતનજી લાખ ચોરાશીમાં વાર અનતિ, દેહ ધય દુઃખ પામી; મળીયે માનવ ભવ હારને આતમ, ઉદ્યમમાં રાખ
નહિ ખામીર. ચેતન૧
For Private And Personal Use Only