________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમત્રી.
-
~
હતા તેથી તેણે મેવાડને ઉદ્ધાર કર્યો. જળ સમાન સ્વાર્પણ કરનાર મિત્રે મળે છે તે કોઈ જાતનું દુઃખ રહેતું નથી, અને સર્વે પ્રકારની શુભેન્નતિ પ્રાપ્ત કરી શકાય છે.
ઉત્કટ મૈત્રીના ઉદાહરણને બ્લેક અત્રે જણાવવામાં આવે છે. मैत्री लक्षणमुत्तमं शुभतरं चेद्वांच्छसिप्रेक्षितुं । पश्य प्रेम तदात्र दुग्धजलयो रैकयं समापनयोः ॥ वैकस्य विनाशनं किमपरं स्वास्थ्यं समालम्बते । यहा स्वल्पतरापि कि विषमता मध्येऽनयोर्विद्यते ॥
ઉપરના વિવેચનમાં આ શ્લોકને ભાવ સમાઈ જાય છે. દુગ્ધ જલની મિત્રતાનું દૃષ્ટાંત વિચારીને મનુષ્યએ જલસમાન મિત્ર બનવું જોઈએ અને મિત્રાર્થે આત્મત્યાગ કર જોઈએ. મનુષ્યની વિતરાગદેવપર એકપાક્ષિકી પ્રીતિ પ્રગટે છે. એકપાક્ષિકી પ્રીતિમાં
ઇને નિષ્કારણ સ્વાભાવિક અધિક પ્રેમ હોય છે અને તે પ્રેમથી સામાને મળવા સર્વ સ્વાર્પણ કરે છે. પ્રેમમાં મરણતે સ્વાભાવિક છે. દેવ, ગુરૂ, ધર્મના પર પ્રેમ ધારણ કરીને આત્માની શુદ્ધતા કરે છે તેઓ મિત્રને ધર્મમાં આકર્ષીને તેને શુદ્ધ-ઉત્તમ બનાવે છે. મિત્રની સાથે એકપાક્ષિક શુદ્ધપ્રેમધારક મિત્રની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે, આત્મજ્ઞાની મિત્રે તેવા હેઈ શકે છે.
પ્રમાણિક મિત્રનું સ્વરૂપ કથે છે. મિત્ર પ્રમાણિક જે મળે, તે સહુ નાસે દુખ; વાત વિસામો મિત્ર છે, તે ઘણુ મળે ન સુખ, ૫૪
વિવેચન –પ્રમાણિક મિત્ર મળવાથી સર્વ દુઃખને નાશ થાય છે. જે મિત્રમાં પ્રમાણિકપણું હોય છે ત્યાં દળે, ફીસાદ, ચેરી, અવિશ્વાસ,વિશ્વાસઘાત, સ્વાર્થપણું વગેરે દુર્ગુણેને તિલાંજલિ આપવામાં આવી હોય છે, તેથી પિતાના મનમાં કોઈ પણ બાબતની વિવલતા રહેતી નથી. અને નિશ્ચિતપણે પિતાના માર્ગમાં રહી
For Private And Personal Use Only