________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
રાગ હોય છે તે તેની આંખે અન્ય ભવમાં અવતાર લીધા છતાં એક બીજાને તુર્ત ઓળખી શકે છે. દઢપ્રેમવિના મિત્રતા. હોતી નથી. પ્રેમથી શ્રદ્ધા, પૂજ્યતા, સહાનુભૂતિ વગેરે ગુણે પ્રકટે છે. એક બીજાના હજારે અપરાધને પણ પી જનાર પ્રેમ છે. એક બીજાના હજારે દેને નહીં ગણનાર અને એકીભાવે રસનાર પ્રેમ છે. પ્રેમ છે ત્યાં જીવતી મૈત્રી છે અને જ્યાં પ્રેમ નથી ત્યાં આવતી મિત્રતા નથી. પરસ્પરમિને એકતામાં જેડનાર પ્રેમ છે. લયલા અને મજની પેઠે પ્રેમથી પરસ્પર મિત્રામાં એક બીજાની સાથે તન્મયીભાવ થાય છે. એક બીજાને માટે પ્રાણાર્પણ કરાવનાર પ્રેમ છે. પ્રેમવિના પ્રથમ મિત્રેમાં મિત્રીભાવનું ચૈિતન્ય આવતું નથી. એક બીજાને દેખી જ્યાં સહેજે પ્રેમ ખીલે છે ત્યારે મિત્રતા બંધાય છે. આંખે આંખ મળવામાં પણ આંખે પરસ્પર પ્રેમી દેખાય છે તે મિત્રતા થાય છે. પ્રેમવિના પરિષહ, દુખે વેઠી શકાતાં નથી. મુક્તિમાં પણ પ્રેમવિના આગળ પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે સર્વ પ્રશસ્યસંબધોમાં પ્રેમની આવશ્કતા છે. બન્ને મિત્રામાં એક સ્વરૂપે રમનારતે પ્રેમ છે. પ્રેમ રસવિના મિત્રતામાં રસ આવતું નથી. પ્રેમરસવિનાની વાર્તાઓ તે લુણના જેવી લાગે છે. આ ઉપરથી અવબેધાશે કે પ્રેમવિના મિત્રતા સંબંધ નથી. એક પ્રભુને પ્રગટાવવાની પેઠે વિધ્યપ્રેમને પ્રકટાવવામાં આત્મભેગ આપવો પડે છે. વિશુદ્ધ પ્રેમ વાળા ગુલાબ સરખા મિત્રોના સહવાસથી આનન્દ ખુમારી પ્રકટે છે અને તેથી સ્વર્ગીય સુખને એક હાની સરખી ઝુંપડીમાં પણ અનુભવ આવે છે. પ્રેમી મિત્રનું યુગલ વનમાં ભટકીને ફળ કુલ ભક્ષીને જે આનંદ માણે છે તે આનંદને શહેનશાહે પણ અનુભવી શકતા નથી. નૈસર્ગિક ગુલાબના સમાન નૈસર્ગિક પ્રેમી મિત્રની ગોષ્ઠીમાં જે સુખ મળે છે તે સુખને લક્ષમીવાત અને સત્તાધીશ પામી શક્તા નથી. પ્રભુમસ્તભકતપ્રેમીઓના ભાગ્યમાં નૈસર્ગિક સુખ લખાયું છે. ગુલાબપુષ્પસમાન મિત્રેથી છેડા દૂર રહેનારા મનુષ્યને પણ તેમના ગુણોની સુવાસ આવે છે માટે તેઓને પણ ધન્યવાદ ઘટે છે, કે તરત ગામની પાસે રહેવાને ભાગ્યશાળી થયા છે. શુદ્ધ પ્રેમ
For Private And Personal Use Only