________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કર્મોને ગ્રહણ કરીને નીચ એનિમાં અવતરે છે. મહાતપરવીએ પણ વૈરના ગે તાજપથી ભ્રષ્ટ થએલા છે. આત્માનું બુરું કરવા વૈરસમાત. અન્ય કોઈ સમર્થ નથી. પોતાના અશુભ કર્મના ઉદયથી દુઃખ ભોગવવાં પડે છે તેમાં અન્ય મનુષ્ય તે નિમિત્ત માત્ર છે તેથી અન્ય પર શા માટે વૈરભાવ ધારણ કરવું જોઈએ? અન્ય મનુષ્યોથી પિતાનું બુરૂં થતું નથી. પિતાનામાં વૈર-ક્રોધ પેશીને જેટલું તે પિતાનું બુરું કરે છે તેટલું અન્ય બુરૂ કરી શકતા નથી તે અન્ય મનુષ્ય પર શા માટે વિરત્વ ધારણ કરવું જોઈએ? એ વિચાર કરીને જ્ઞાની ક્ષમાશીલ બને છે અને અજ્ઞાનથી અજ્ઞાની વૈરને ત્યાગ કરતા નથી.
ક્રોધથી ધમધમાય થનારની મિત્રતા ન કરવી જોઈએ. જરાવારમાં ધમધમે, છોધ કરીને અપાર. મિત્રથી તે વન ભલુ, સમજે નર ને નાર- ૪૨
વિવેચન –વાત વાતમાં જે ધની લાગણીના આવેશમાં આવી જઈ મનનું સંયમપણું વિસારી ક્રોધ કરે છે, તપી જાય છે, મનની શાંતિ ઓઈ બેસે છે, તેવા મનુષ્ય સાથે કદાપિ મિત્રાચારી બાંધવી નહીં. ધ એક એવી બુરી વસ્તુ છે કે જે પોતાને અને વરને બાળે છે, જેમ લાકડુ પડે રાખ બને છે અને પાસમાં આવતી વસ્તુને રાખ બનાવે છે. તેમ કેધના આવેશમાં આવેલા મનુષ્યને સત્ય વસ્તુનું ભાન રહેતું નથી, અને તેની સન્માર્ગ વૃત્તિ દબાઈ જાય છે. તેને ખરી પેટી વસ્તુ પારખવાને વિવેકબુદ્ધિ રહેતી નથી. આથી સામા મનુષ્યના થએલા ઉપકારને ભૂલી જઈ અપકારબુદ્ધિથી છિદ્ર શોધવા તેના મનની વૃત્તિ દેરાય છે, ગુરૂ મહારાજે આવા મિત્રોથી તે વન ભલું એમ કહ્યું છે, વનની અંદર વૃક્ષો પિતાની ડાળીઓ ફેલાવી સારાં સારાં ફળપુલ આપે છે. સુવાસિત કુલેની સુગધી આપી મનને પ્રફુલ્લ બનાવે છે, મનુષ્ય તેમાં તલ્લીન બની અપૂર્વ કુદરતની શક્તિ અનુભવે છે અને તે શાન સમાધિમાં સ્વર્ગીય સુખના સ્વાદ અનુભવે છે, ચાખે છે, માટે તેવા નીચ કુમિત્રથી અલગ રહેવા વારંવાર સ્કૃતિને તાજી રાખવી જોઈએ. આ અજ્ઞાનના ચગે કે-ફરે છેઃ
For Private And Personal Use Only