________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી. -- ------------------------------------ समकित दायक गुरुतणो, प्रत्युपकार न थाय;
भव कोटाकोटि करे, करतां कोटि उपाय. માતા, પિતા, સ્વામી અને સદ્ગુરૂના ઉપકારને જે ભૂલી જાય છે. સદગુરૂના જે પ્રતિપક્ષી બની તેમની નિન્દા-હેલના કરવામાં જે બાકી મૂકતા નથી, તેવાને કદાપિ મિત્ર ન કરવા જોઈએ. જે માતા પિતા, ગુરૂની નિંદા-હેલના-તિરસ્કાર કરે છે, તેઓને નરકમાં વાસ થાય છે. માતાપિતા ગુરૂની નિંદા કરનાર મનુષ્ય હજી ધર્મને લાયક બન્યો નથી, તે મનુષ્યપણાને લાયક બન્યું નથી તે મિત્ર થવાને લાયક તે ક્યાંથી હોઈ શકે? જે માતાપિતા ગુરૂના ઉપકાને બદલે અપકા૨માં વાળે છે તે મિત્રોના ઉપકારને બદલો અપકારોમાં વાળીને મિત્રોનું બુરૂ કરવામાં કઈ બાકી રાખે નહીં એમ સુજ્ઞોએ અવધવું જોઈએ. માતાપિતા અને ગુરૂનેદ્રોહી નિન્દક, અટષ્ટ મુખ છે. તેનાં તપ, જપ લેખે થતાં નથી, તેવા જનેની મિત્રતા કરવામાં લાખ કરોડ રૂપિયાને લાભ મળતો હોય, સ્વર્ગનું રાજ્ય મળતું હેય તે પણ તે યોગ્ય નથી. આત્મજ્ઞાની મહાત્માએ તેવા પાપી જનેને સુધારી શકે છે માટે તેઓ તે બાબતમાં અનંત શકિતવાળા છે. બાકી સામાન્ય નિર્બલ મનુષ્યને તે ઉપર કથેલી શિક્ષા પ્રમાણે વર્તવું જોઈએ.
કૃષ્ણ સર્પસમ મનુષ્યની મૈત્રી ન કરવી જોઈએ. મનમાં કાળે નાગ જે, અતિવેર ધરનાર, સર્ષ સમે નહિ મિત્ર છે, જાણે નર ને નાર. ૪૧
વિવેચન –જે લેકે મનના મેલા છે, જેના હૃદયમાં વિશ્વાસઘાત, છળ, પ્રપંચલુચ્ચાઈ, દગાબાજી, સ્વાર્થતા, નીચબુદ્ધિ, આદિ દુર્ગુણને સડે ભર્યો છે. અને જેનું મન ઝેરી સર્પના જેવું છે, વળી જે કાવાદાવા અને કજીઆમાંજ આનન્દ માની રહ્યા છે, એવા સર્પ જેવા મનુષ્ય સાથે મિત્રાચારી બાંધવી નહિ. જેવી રીતે સર્પને હસે હોંસે દૂધ પીવરાવતે મનુષ્ય રેતે રેતે મૃત્યુને દ્વાર જાય છે, તેવી જ
For Private And Personal Use Only