________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી
છે અને પ્રભુના દરબારમાં તેને નીચું ઘાલવું પડે છે. સ્વમિની આગળ કદાપિ અસત્ય ભાષણ ન કરવું જોઈએ. જે મનુષ્ય લાલચુ હોય છે તે મિત્રેની આગળ અસત્ય ભાષણ કરી યેન કેન પ્રકારેણ - તાને સ્વાર્થ સાધે છે. લાલચને કચરી નાખી મિત્રને સત્ય વિચારે જણાવવા જોઈએ. પૈસાદાર ગૃહસ્થ અને સત્તાધિકારી મિત્રની આગળ વા અન્ય મિત્રેની આગળ સમજ્યા વિના વા લાલચથી હાજી હા કરવાથી પિતે એક નેકર અને પશુ કરતાં પણ હલકા જીવનવાળા મિત્ર બને છે તેને ખ્યાલ કરે જોઈએ. હાલ દુનિયામાં અજ્ઞાન, સ્વાર્થ, લેભ, વિષય તૃષ્ણા, અધર્મ, અન્યાય, મેહ વગેરેનું અત્યંત જોર વધી ગયું છે તેથી રજોગુણ અને તમે ગુણી મનુષ્ય ધર્મનું સ્વરૂપ સમજ્યા વિના અપ્રમાણિકપણે જીવન ગાળે છે. મોટા ભાગે એવા અધમ મિત્રોનો રાફડે ફાટેલે હોય એમ જણાય છે. રાફડામાંથી પ્રગટેલા સર્પો જેમ દુનિયામાં ત્રાસ વર્તાવે છે તેમ અધમ મિત્રે પણ દુનિયામાં ત્રાસ વર્તાવે છે. અધમ મિત્ર હજી મનુષ્ય થવાને લાયક નથી તે તે મિત્ર તે કયાંથી બની શકે ? રજોગુણ અને તમેગુણના તાબે થઈ જેઓને મિત્રો માન્યા હોય તેઓનું પણ જે નિકંદન કરનારા હોય તેઓ સર્પની પેઠે ભયંકર હોય છે. અધમ મિત્રોનું ઉપર પ્રમાણે સ્વરૂપ જાણને અધમતાનો ત્યાગ કર જોઈએ. પિતે મનુષ્ય છે એમ મનુષ્ય સમજવું જોઈએ. પિતાના હૃદયમાં આત્મપ્રભુને વાસ છે. જ્યાં સુધી પિતાના માટે હૃદય પણ સાક્ષી પૂરી શકતું નથી ત્યાં સુધી અન્યાની સારી સાક્ષીઓ મળે તેથી પિતાને અંશ માત્ર પણ ફાયદો નથી એવું સમજીને આત્માની સાક્ષી મળે ત્યાં સુધી સદગુણેને સેવતા રહેવું જોઈએ. પિતાનામાં અધમતા હોય ત્યાં સુધી અન્યના મિત્રો બની તેઓના વિચારે પર અને આચારે પર છરી મૂકવા મિત્ર ન બનવું જોઈએ.
અશુભ મિત્રનું સ્વરૂપ જણાવે છે
મનના મેંલા માંછલા, ભલું નહીં કરનાર - ચાટી ખાનારા અને મિત્ર નહીં કરાનાર,
For Private And Personal Use Only