________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૫૧
સેવકે મળે છે તેથી શેઠની ચઢતી થાય છે. રાજાને સાચા પ્રધાને મળે તે તેથી રાજ્યની ચડતી થાય છે. ગુરૂઓને સત્ય શિષ્ય મળે છે તે તેમને આનંદ મળે છે પરંતુ ગોશાળા જેવા કુપાત્ર શિષ્ય મળે છે તે તેથી ગુરૂને દુઃખ થાય છે. તેમ મિત્રને દુર્મતિપ્રદ મિત્રે ન મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વાસ પમાડી અવળે માર્ગે દેરનાર. શ્રદ્ધા બેસાડી પછી, દેરે અવળે પન્થ;
માટે મનમાં ચેતીને, ભણે મુમતિપ્રદ અન્ય. ૧૨૪ વિવેચન –જે મિત્ર પ્રથમ કૃત્રિમ સદાચરણ દર્શાવીને, મિષ્ટ વચન બેલીને, અને અનેક કાર્યોમાં સહાનુભૂતિ આપીને આપણને વિશ્વાસમાં નાખે છે, અને વિશ્વાસપમાડયા પછી તે મિત્ર અવળે રસ્તે ચઢાવીને મહાકષ્ટ ઉત્પન્ન કરે છે, તેવા મિત્રને કદિ વિશ્વાસ કર નહીં. તે મિત્ર નથી પણ મિત્ર નામને લજવે છે માટે પ્રથમથી ચેતીનેજ તેવા મિત્રની સંગતિરૂપ જાળમાં ફસવું ન થાય તેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવા કે સુમતિ પ્રાપ્ત થાય તેવા ગ્રન્થને અભ્યાસ કરે જોઈએ કે જેથી તેના મિત્રની સંગતથી ભવિષ્યમાં કષ્ટ ઉત્પન્ન ન થાય.
પ્રપંચી મિત્ર સ્વરૂપ. વહાલ કરે વિશ્વાસ દઈ, કરે સ્વતા બે મિત્ર; ખાય પછી રેલી ઘણું, નહિ એ મિત્ર અમિત્ર. ૧૨૫ વિવેચન --પ્રથમ વિશ્વાસ આપીને અતિશય પ્રિયતા મેળવીને જે મિત્રને પિતાને આધીન બનાવી દે છે, અને વિશ્વાસ પામીને આધીન બન્યા પછી તે દુર્મતિમિત્ર જે પ્રમાણે કહે તે પ્રમાણે વર્તાવે છે. આવી ભલાઈને લાભ લઈને તે દુમિત્ર બેટી બેટી રીતે સમજાવીને મિત્રના ધનમાલનું હરણ કરે છે. અને સર્વ ધમાલલીધા
For Private And Personal Use Only