________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮.
મિત્રમૈત્રી.
એક સરખી પવિત્રતા છે, મિત્રોની પાસેથી કંઈપણ કવાર્થબુદ્ધિએ મેળવવા પ્રયત્ન કરતો નથી, મિત્રે પ્રતિ જે કંઈ કરે છે તે સ્વફરજરૂપ ધર્મને લઈને કરે છે, તે પવિત્ર મિત્ર અવધે. મિત્રેવડે અપમાનિત થયા છતાં પણ જે મિત્રોના સામો અપવિત્રવિચારે કરતે નથી. તથા અપવિત્ર પ્રવૃત્તિ કરતો નથી, તે પવિત્ર મિત્ર જાણ. કદાપિ મિત્ર કેઈ કારણ પામી અપવિત્ર થઈ જાય તે પણ જે મિત્રના હૃદયની માર્મિક વાતોને તથા ગુપ્ત પ્રવૃત્તિને અન્ય મનુષ્યની આગળ પ્રકાશ નથી તે પવિત્ર મિત્ર જાણ. મિત્રોનાં કડો કાર્યો કરે પણ પ્રતિબદલો લેવાની કદાપિ જે ચાહના રાખતું નથી, તથા સામે મિત્ર પિતાની પેઠે ન વર્તે હેયે જે મિત્રના માટે કરેલાં કર્તવ્ય કાર્યોને અન્યની આગળ પ્રકાશ કરતું નથી, તે પવિત્ર મિત્ર જાણવે. મિત્રના પવિત્ર વિચારોથી અને પવિત્ર આચાથી જે વર્તે છે તે પવિત્ર મિત્ર છે.
ઉત્તમ મિત્રનું સ્વરૂપ દર્શાવે છે. મિત્ર હૃદયમાં પેસીને, મિત્ર હિતસ્વી થાય; છાયાવત સાથે રહે, ઉત્તમમિત્ર ગણાય. ૧૦૩
વિવેચન—ઉત્તમ મિત્રનું લક્ષણ કથે છે. મિત્રની ફરજો અદા કરીને જે વિશ્વાસ, પ્રામાણ્ય તથા આત્મભેગથી મિત્ર હૃદયમાં પ્રવેશીને મિત્ર હિતસ્વી થાય છે. તથા જે છાયાની પેઠે મિત્રની સાથે રહે છે. તે ઉત્તમ મિત્ર થાય છે. સુખમાં અને દુઃખમાં મિત્રની સાથે જે વર્તે છે અને સ્વાર્થોને ત્યાગ કરીને મિત્રને સ્વાત્મવત્ માની તેની સાથે વર્તે છે, તે ઉત્તમ મિત્ર જાણ. મિત્રના હૃદયમાં પ્રવેશીને તેના સર્વાશને જાણવા અને તેમાં ભાગ લે એ કંઈ સામાન્ય કાર્ય નથી. મિત્રની સાથે સર્વ પ્રસંગોમાં આત્મવત્ બની સાથે રહેવું એ ઉત્તમ મિત્રના ગુણ પ્રાપ્ત થયા વિના કદાપિ બની શકે તેમ નથી. મિત્રની છાયાવત્ બનીને તેની સાથે શુદ્ધપ્રેમથી વર્તવું એ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. પવિત્ર વિચારે અને પવિત્રાચા તથા આત્માની ઐકયતા કરીને મિત્રની છાયાવત્ બનવાથી
For Private And Personal Use Only