SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. * - - * * - - - - - - - - - - - વિવેચન–જગમાં મનુષ્ય પોતાના મિત્ર માટે મરી પડવાના ડળ કરે છે. એવા ડાળ ઘાલુ છે પિતાના મિત્ર માટે “હૃદય તલસી જાય છે,” “ઓ વ્હાલા મિત્ર આ પ્રાણ હારા માટે કુરબાન છે, એવા ખોટા ખોટા વચનને ઉચ્ચાર કરે છે. ઘર્ત સાધુઓની માફક વેષના બહાને હજારે જીવેને “મિત્રતા”ના નામે ખુવાર કરે છે, પણ તે એવી મિત્રતા સ્વાર્થને માટે જ હોય છે. • A friend in need is a friend indeed. એ સૂત્ર પ્રમાણે ખરા મિત્રે પિતાના મિત્રની ખાતર અધારી રાત્રે કૂવામાં ઉતરવા તૈયાર થાય છે અને ઉતરે છે, સુખદુઃખમાં સરખે ભાગ લે છે, અને પિતાના પ્રાણુથી વ્હાલા મિત્રના શુભચિંતક અર્થે સ્વાર્પણ કરી, તેના સુખે સુખી અને દુઃખે દુઃખી બની રહે છે. મિત્રતાના ઉચ્ચભા વિસારી દઈ, ગાફેલ બને, દગા, પ્રપંચો, છળ, કપટ આદિ દુર્ગુણેથી જેઓનું મન ખરડાએલું છે, તેવા મનુષ્યને કદાપિ ખરા મિત્ર તરીકે લેખવા નહિ. તેવા મનુષ્ય, પિતાના મિત્રનું કેઈ કાળે ભલું કરી શકતા નથી. મિત્રના ગુણે આવ્યા વિના મિત્રપણું અર્થાત મિત્રત્વધર્મ પ્રાપ્ત કરે એ મહામુશ્કેલ કાર્ય છે. આત્મભાવ, નિઃસ્વાર્થદશા, ઔદાર્ય, ગભીરતા, અશુભવાસનાઓનો જય, પ્રતિજ્ઞાપાલન, વિવેક, અનેકગુણનું પરિશીલન, મિત્રની ઉન્નતિ માટે સ્વકર્તવ્ય પ્રવૃત્તિ, મિત્રની કાળજી ઈત્યાદિ ગુણે પ્રાપ્ત થાય છે, ત્યારે અન્યમનુષ્યને મિત્રો બનાવી શકાય છે. તે મારે મિત્ર છે વા આપણે મિત્ર બન્યા એટલું કથવા માત્રથી મિત્ર બની શકાતું નથી. મિત્ર બનતાં પૂર્વે મિત્રના ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. સાથે રમવાથી, સાથે ફરવાથી, સાથે ખાવા પીવાથી, સાથે ઉંઘવાથી અને સાથે મળી કાર્ય કરવા માત્રથી સર્વ મિત્ર બની શકતા નથી. બાલ્યાવસ્થામાં અનેક બાળકે સાથે રહે છે પરંતુ મેટી ઉમ્મર થતાં તેઓ અનેક મનનાં સંસારનાં કારણેને લઈ એક બીજાના દુશમન બને છે, અને પરસ્પર કરા-પ્રખર For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy