________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૨૩
અશુંભ જીવનને નાશ કરીને શુભ જીવન અર્પવા માટે પૂર્વાવસ્થાના જીવનનું મરણ પ્રેમ છે, અને સર્વ પ્રેમના પ્રકારના પ્રમાણમાં, દેવગુરૂ ધર્મના તાનમાં પ્રેમ તે શરણભૂત છે. પ્રેમ વિના કે મનુષ્ય ઉચ્ચદિવ્ય-પ્રભુમય જીવન જીવી શકતું નથી. પ્રેમ ન મળતા વાટે ઘાટે, પ્રેમ પ્રભુ પરખાવે રે; કે મારો પ્રેમીઓ બતલાવે, પ્રેમના પ્યાલા પીધા જેણે, તેને કશુ નહીં ભાવે રે. કેઇ “જલ બીચ મીન કમલ જલ જે” ઈત્યાદિ ઉચ્ચ. દિવ્યપ્રેમી મિત્ર મળ્યા પશ્ચાત્ ઈર્ષા વૈર રહેતું નથી. ઈર્ષા વૈર અને પ્રેમને પરસ્પર વિરૂદ્ધ સંબંધ છે. જ્ઞાની પ્રેમી મિત્ર મળ્યાથી ઈર્ષા વરને નાશ થાય છે, અને આત્મા સર્વ જીવે પર અમૃતમય દષ્ટિ ધારણ કરી શકે છે. પ્રેમથી શુદ્ધ હૃદયવાળા મનુષ્ય દીન, હીન, ઉદાસીન બને છે, અને તેઓ પ્રભુ પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રેમની મર્યાદઅવધિ નથી. પ્રેમના અનન્ત વર્તુળમાં સર્વ પ્રિય મિત્રોને સમાવેશ થાય છે. પ્રેમામૃત જીવનથી જીવનાર પ્રેમી મિત્ર ખરેખર રવમિત્રને અમૃતમય સજીવન તથા અમર એવું પુનરૂજજીવન સમર્પી શકે છે.
આત્મ રવાપણુથી મિત્રની પ્રાપ્તિ થાય છે. આત્મસમર્પણુ વણું કદી, ઉઘડે નહિ સ્વર દ્વાર; આત્મા મિત્ર થતે નહી, આત્મભોગ વણ ધાર. ૮૫
વિવેચન –આત્માનું સર્વસમર્પણ કર્યા વિના રવનાં કાર-દેવ લેકનાં દ્વાર ઉઘડતાં નથી. ભાવાર્થ એ છે કે આત્માનું સમર્પણ રૂપ ત્યાગ કર્યા વિના સામે આત્મસમર્પણ કરનાર મિત્ર મળતું નથી. પ્રતાપ રાણાએ ઝાલા રાણુને આત્મસમર્પણ કરી મિત્ર બનાવ્યું હતું, તેથી તેણે અરવલીયુદ્ધમાં પ્રતાપ રાણાને બચાવવા તેનું રાજ્ય છત્ર પિતે એહ્યું અને પિતાના પ્રાણનું સમર્પણ કર્યું. આત્મસમર્પણ કરીને જે મિત્રોનાં કાર્યો કરે છે, તેઓ માટે સર્વ વસ્તુઓને ત્યાગ કરે છે, તે આત્મસમર્પણ મિત્રને પ્રાપ્ત કરી, અનંતસાગરજીવનને પ્રાપ્ત કરી અનેક દુઃખોથી મુક્ત થાય છે.
For Private And Personal Use Only