________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી,
૧૧
સંબંધમાં ક્ષણિકતા છે. આત્માથી થયેલા સર્વ આત્મરૂપ મેળમાં આત્મા, પ્રધાનભૂતહેવાથી તેનું સ્વામીપણું કાયમ રહે છે, અનેક સ્વાર્થમય, ચંચલ, ભય, લજજા, અજ્ઞાન, ઈર્ષ્યા, સંકુચિતવૃત્તિ વાળું એવું મન હોવાથી તેનાથી પ્રગટેલી ક્ષણિક પ્રેમવાસનાના ઉભરા ખરેખર સેડાઆસીડના ઉભરા જેવા હોય છે, એવા મનના મેળે મિત્ર આદિના સંબધે ખરેખર આત્માર્પણ કરાવવા, કરવા સમર્થ થતા નથી. એકબીજાના મનરૂપ પરપોટાઓ એકબીજાની સાથે મળીને કયાં સુધી કાયમ રહી શકે વારૂ ? તેને વિચાર કરવાની જરૂર સ્વીકારવી જોઈએ, અને પરસ્પર મનના સંબંધે મિત્રતા થાય છે. તેને અનુભવ કરે જોઈએ કે જેથી યુરેપીરાની મિત્રતામાં અમિત્રતા ઉદભવી એ પ્રસંગ ન આવે.
શુભાશુભ મન મેળનું સ્વરૂપ, શુભાશુભ સહ મેળમાં, મન વતિ છે સખ્યઃ મન ને મિત્ર બની રહે તે જગમાં છે સિંખ્ય.
વિવેચનઃ-શુભાશુભ મેળમાં મનની મુખ્યતા વતે છે. આત્માની નજીક રહેનાર મન જે સત્વગુણવડે મિત્ર બની રહે છે તે જગતમાં સર્વત્ર સૈખ્ય વર્તે છે, મિત્રના ગુણો જે જે છે તે જે મનમાં પ્રગટે છે તે વિશ્વમાં જ્યાં ત્યાં મિત્રને બનાવી શકાય છે, અર્થાત્ સાત્વિક મિત્રતાના ગુણવડે યુક્ત મન થાય છે તે આત્માને સર્વત્ર સુખને અનુભવ આવે છે. મનને આત્માનો મિત્ર બનાવ્યા વિના બાહ્ય અન્ય મનુષ્યોને પણ પિતાના મિત્ર તરીકે કરી શકાતા નથી. આત્માની પાસે સદા રહેનાર મનને મિત્રરૂપ કર્યા વિના બાહ્ય મિત્રોની પ્રાપ્તિ થતી નથી. રાગદ્વેષમય મન છે, તેજ આત્માને શત્રુ છે, અને દયા, શુદ્ધ પ્રેમ, આત્મભાવ,પ્રામાણ્યાદિ ગુણવડે યુક્ત મન છે તેજ આત્માનો મિત્ર છે. મનને મિત્ર કર્યા વિના દુઃખ સાગરની પેલી પાર ઉતરી શકાતું નથી, આ વિશ્વમાં મન જે મિત્ર બને છે તે ક્ષણે ક્ષણે નવા નવા સુખમય અનુભવને પ્રાપ્ત કરી શકાય છે. બાહ્યના ઉત્તમ ગુણી
For Private And Personal Use Only