________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
જ્યાં સ્વાભાવિક મિત્રતા હોતી નથી ત્યાં પરસ્પર દિલને મેળો મળતું નથી. અને પરસ્પર એક બીજાને ખાનગી વાત કહેવાતી નથી. દિલમાં પડદા રાખીને બાહામાં ઉપર ઉપરથી વાર્તાઓ કરાય છે એવું સમજીને મનુષ્યએ મિત્રમૈત્રીને વિવેક ધારણ કરવું જોઈએ,
સ્વાર્થથી અમિત્રતા થાય છે. આશા સ્વાર્થની વૃવિએ, માને મન જે મિત્ર નક્કી મનમાં માનાં, બનતે તેહ અમિત્ર* ૩
વિવેચન—જે મનુષ્ય મટી મેટી આશાઓ સિદ્ધ કરવા માટે મિત્રને અશુદ્ધબુદ્ધિએ મિત્ર માને છે. તેવા મનુષ્યની ક્ષણિક મૈત્રી હાય છે. ધનવાન ઈ ધનને લાભ લેવા માટે, ગાડી, ઘેડા અને બાગ બગીચામાં ફરવા માટે, એશઆરામ કરવા માટે વિદ્વાન હોઈ તેની વિદ્વત્તા એજ જગમાં અમર કીતિ કરવા માટે, વા વિદ્વાજના સમૂહમાં ભળી કે તેમના મંડળમાં ફરી વિદ્વાન કહેવરાવવા માટે, વળી મિત્રની લાવણ્યવતી સ્ત્રીમાં તણાઈ, વ્યભિચાર કરવા માટે જે મનુષ્ય મિત્રતા બાંધે છે તેવા મનુષ્ય આશાસ્વાર્થ ન સરતાં દુશ્મન બની જાય છે. આવા અનેક સ્વાર્થ સાધવા માટે, લાંબી લાંબી આશાઓ બાંધી, છળ, કપટ અને પ્રપંચે લઢાવી મિત્રતારૂપી બત્તિને ચિરકાળ જવલંત રાખવી તે શી રીતે બની શકે ? મિત્રતારૂપ અમૃત રસનું ઝરણું અખંડ શી રીતે વહ્યા કરે? બંધુઓ, ચિકકસ માની લેજે કે આવી મિત્રતાએ બંધાયેલા મિત્રની મિત્રતા તુટયા વગર રહેતી નથી. આશા સ્વાર્થની વૃત્તિએ મિત્ર થનારને કેઈ મિત્ર માને છે, પણ અન્ત હૃદયમાં પ્રવેશી તે શત્રુ બની હૃદયને ઘાત કરે છે. એમ નક્કી મનમાં માનીને સત્યમિત્ર કરવા તરફ લક્ષ્ય દેવું જોઇએ અને તેમજ આશાસ્ત્રાર્થની વૃત્તિ વિના મિત્ર બનવું જોઈએ. આશા સ્વાર્થની વૃત્તિએ મિત્ર બનનારાઓમાંને મેટો ભાગ કુમિત્ર તરીકે અવબેધ. આ સ્વાર્થ વૃત્તિથી મિત્ર બનનારાઓ દુર્જન મિત્ર ગણાય છે. શ્રીપાલ ચરિત્રમાં ધવલશેઠે શ્રીપાલની સાથે મિત્રતા બાંધ્યાનું વિવેચન
For Private And Personal Use Only