________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચેમાસાં અને ધર્મનું આરાધન. ૬૭ શ્રીજી આદિ ઠાણાએ એ જ સાલમાં ત્યાં ચોમાસું રહેલા શ્રીમદ્દ પંન્યાસજી અજિતસાગરજી મહારાજનાં વ્યાખ્યાન વાણીનો ખૂબ લાભ લીધે. જેમાસું પૂરું થતાં ત્યાંથી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ ઠાણાએ વિહાર કર્યો અને ભારે ભક્તિભાવથી ચઢતા પરિણામે આબુજી, કેશરી આજી, તારંગાજી વગેરે પવિત્ર સ્થળે યાત્રા કરીને સંવત ૧૯૭૬ ની સાલનું ચાતુર્માસ મહેસાણામાં કર્યું. એ જ ચોમાસામાં એ જ ગામમાં શ્રીમદ્દ પંન્યાસજી અજિતસાગરજી મહારાજ પણ બિરાજમાન હતા. પ્રસિદ્ધવક્તા પંન્યાસજીના ઉપદેશના પ્રભાવથી અને સાધ્વીજીની પ્રેરણાથી તે વખતે તપશ્ચર્યા, ધાર્મિક મહોત્સવ વિગેરે ધાર્મિક જાગ્રતિ સારી રીતે થયેલી હતી. જેમાસું પૂરું થતાં ત્યાંથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ સાણંદ પધાર્યા. ત્યાં ગનિષ્ઠ શાસ્તવિશારદ જૈનાચાર્યજી શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું ચાતુમાંસ નક્કી થઈ ગયું હતું તેથી આ વ્યાખ્યાન વાણીનો અમૂલ્ય લાભ લેવા માટે સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વગેરેએ પણ ત્યાં જ સાણંદમાં સંવત ૧૭૭ની સાલનું ચોમાસું કરીને તપધર્મનું બનતું આરાધન કર્યું.
ચોમાસુ પૂરું થતાં જ સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વગેરે થાણુએ સાણંદથી વિહાર કર્યો અને પ્રામાનુગ્રામ ધર્મને આરાધતાં આરાધતાં કાઠિયાવાડમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની છાયામાં પાલીતાણામાં પધાર્યા અને સંવત ૧૭૮ની સાલનું ચાતુમાંસ શ્રીમદ અજિત
www.kobatirth.org
For Private And Personal Use Only