________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્રી લાભશ્રીજી
પાત્રી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ તે શ્રી લાભશ્રીજી મહારાજ તથા શ્રી ગુણશ્રીજી મહારાજનાં દાદી ગુરુણીજી થાય.
મહાપુણ્યશાળી ક્રિયાપાત્રી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજની અત્યંત વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લા વરસો એમણે થિરવાસ કરીને મહેસાણામાં ગાળ્યાં અને જિંદગી ત્યાં જ સકળ સંઘના પ્રેમભર્યા આગ્રહથી પૂર્ણ કરી. એમની વૃદ્ધાવસ્થાને અને જિદગીમાં છેલ્લા માંદગી અશક્તિના દિવસે દરમીયાન તેમનાં વિનયવંતાં શિષ્યા પ્રશિષ્યા સાધ્વીજી શ્રી ધનશ્રીજી,શ્રી રતનશ્રીજી, શ્રી હરખશ્રીજી, શ્રી લાભશ્રીજી, શ્રી ગુણીજી વગેરેએ અત્યંત ભક્તિભાવથી તેમની વૈયાવચ્ચ કરી હતી, જેમ શ્રી દેવશ્રીજી મહારાજને સુખશાતા ઉપજે તેમ સઘળાં વર્તાતાં હતાં. આવા મહાપુણ્યવંતા ક્રિયાપાત્રી સાધ્વીશ્રી દેવશ્રીજીની વૈયાવચ કરવાનો મહાલાભ ઉઠાવવામાં સાધ્વીજી શ્રી લાભશ્રીજીએ તે કશીયે કચાશ જ રાખી નહિ. આવાં મહાપ્રતાપી દાદી ગુણીજી મહારાજની સેવા કરીને શ્રી લાભશ્રીજી મહારાજે પોતાને લાગેલા કર્મોની ભારે નિર્જરા કરી અને પોતાના આત્માને હલકો બનાવ્યા પવિત્ર બનાવે. શ્રી દેવશ્રીજી મહારાજનું મૃત્યુ પરમ સમાધિદશામાં થયું હતું.
આ રીતે સંવત ૧૫૪ની સાલના જેઠ મહિનામાં જ આ બંને મહાપુણ્યશાળી પવિત્ર જીવોનું એક જ ગામમાં નિર્વાણ થયું. આ બંનેના સમભાવની અને
www.kobatirth.org
For Private And Personal Use Only