________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ઋષભદેવ સ્તવન આજ દીઠા ઝાષભ ભગવાન–આદિ જિનવરજી મૃતિ જોતાં ભૂલાયે ઉર ભાન–આદિ જિનવરજી–ટેક કુંવર શ્રેયાંસકે ઈશ્નરસ રહ્યો, તેને અક્ષય સુખ સ્વામી પ્રભુજી! કો, એવા પ્રભુજીનાં ગાઉં ગુણગાન–આદિ જિનવરજી-૧ કેડ સૂરજ સમી ભવ્ય કાન્તિ દીસે, ચિત્ત લાગ્યું મારૂં એવી પ્રતિમા વિષે, જેનું ઈન્દ્રો કરે સન્માન–આદિ જિનવરજી - ૨ પુરી વિનીતાના સ્વામી, તજી સંપત્તિ કર્મ સર્વે ખપાવ્યાં કરી ઉન્નતિ વૃષભ લાંછન ! દીધાં વર્ષીદાન-આદિ જિનવરજી-૩ તજી માયા મમતા ને વિરાગી થયા, સૂત્ર ધાર્યા સર્વોત્તમ અહિંસા દયા, એવા વીતરાગનું ધરે ધ્યાન આદિ જિનવરજી–૪ પ્રભુ નિર્વાણ પામ્યા અષ્ટાપદમાં, ગિરિ મહિમા વચ્ચે સિદ્ધકેરા પદમાં, જાગે દર્શનથી આત્મભાન–આદિ જિનવરજી–૫ પ્રભુ તારું અવલંબન હું પ્યારું ગણું સર્વ મિથ્યા લાગ્યું સુખ દુનિયાંતણું, ચરણકમળ લઢું એકતાન–આદિ જિનવરજી– ૬
www.kobatirth.org
For Private And Personal Use Only