________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સાથે લઈને તેમને પાલીતાણાને સંઘ કાઢ્યો અને તે અવસરે શ્રી મતીશા શેઠની ટૂંકમાં એક દેરી લઈને તેમાં ત્રણ જિનપ્રતિમાજી પધરાવ્યાં, તેનું ખર્ચ રૂા. ૨૪૦૦) થયું. ઉપરાંત પાલીતાણામાં બીજું કુલ ખર્ચ રૂા. પ૦૦૦) થયું. બાદમાણસાના દેરાસરજીમાં શત્રુંજય મહાતીર્થને પટ્ટ ભરાવ્યો અને ઈદ્રોડાનાં દેરાસરજીમાં શ્રી ગિરનાર તીર્થને પટ્ટ ભરાવ્યું. એમ બે પટ્ટ ભરાવતાં કુલ ખર્ચ રૂ. ૧૫૦૦) થયું. બેરીજમાં અને પાનસરમાં એમ એક ઓરડે કરાવ્યું તેનું ખર્ચ રૂા. ૧૨૦૦) આવ્યું. સંવત ૧૯૯૩ ની સાલમાં માણસામાં પૌષધશાળા કરાવી તેમાં રૂા. ૮૦૦૦) નું ખર્ચ થયું. માણસા પાંજરાપોળમાં ત્રણ ઓરડા કરાવ્યા અને બીજું ખર્ચ કર્યું તેનાં કુલ રૂા. ૨૫૦૦) થયા. એ પછી શ્રી ચંચળબાઈએ મેટા દિલથી પાંચ છોડનું ઉજમણું કર્યું. એમાં રૂા. ૭૦૦૦) ખર્ચ થયું. સંવત ૧૯૬૬ ની સાલમાં પાનસર મુકામે ચિત્ર શુદિમાં નવપદજીની મેરી એાળી કરાવી. એમાં રૂા. ૯૦૦૦ નું ખર્ચ થયું. એ પછી પરમોપકારી સામીજી શ્રી લાભશ્રીજીનાં શિષ્યા શ્રી વિવેકશ્રીજીનાં શિષ્યા શ્રી લાવણ્યશ્રીજીનાં ઉપદેશથી શ્રા ચંચળબાઈના દિલમાં વિરાગ્યભાવ પ્રગટ થયે અને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનો પવિત્ર ભાવ પ્રગટ થયો. એથી પાલીતાણે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા ગયાં. તે વખતે શ્રી છે.પરીઆ પાંજરાપોલમાં રૂા. ૧૦૦૧) આપ્યા. માણસા
www.kobatirth.org
For Private And Personal Use Only