________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા પૂરા જ્ઞાની જગત ઉપદેશ્ય દિશ દિશે. પ્રભો ! હારા ચણે મૃતણું રૂડું લાંછન દિસે. અશાંતિના સ્થાને અરપણ કરી શાન્તિ જગને, નમું ભાવે તેને અલખ અવિનાશી શરણને; વિરાગી મૂર્તિને સુર અસુર પ્રેમે અતિ નમે, પ્રભુ શાતિનાથે હરખ ધરી હેમેન્દ્ર પ્રણમે.
શ્રી પાર્શ્વનાથ જિન ચિત્યવદન.
(હરિગીત) શ્રી પર્વનાથ પ્રભુ કૃપાળુ પ્રેમે શિવપદ આપજે, ચિન્તામણી જગના ગુરુ ભવદુઃખ સર્વે કાપશે; ત્રિભુવનપતિ અવિનાશી કેવળજ્ઞાનીની ન્યારી ગતિ, જે સમયે સર્વ ભાવે જાણતા ગુણ છે અતિ, શ્રી અથવસેન નરેન્દ્રના કુલચંદ્ર રમ્ય પ્રકાશતા, વામા સતીના લાડીલા જનશ્રેયમાં બહુ રાચતા; ધરણેન્દ્ર નિશદિન ધ્યાન ધર એ જ જાણી સંપતી. હસ્ત નવ પરિમાણુ કાયા વર્ષ શત આયુષ્યનાં, આત્મભાવે ભક્તિ કરતાં, પાપ જાય મનુષ્યનાં; દિવ્યાત્મધ્યાની જ્ઞાન ઉદધિ, ચારિત્રદાતા આપ છો, હેમેન્દ્ર શાશ્વત સ્થાન-શિવપુરનું ચહે તે આપજે.
૩
www.kobatirth.org
For Private And Personal Use Only