________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
વહાલ વધે છે હાલમ તુજ પર, રૂપ અતિ રમણીય રે; ક્ષણ ક્ષણ પ્રત્યે પ્રિયતા પ્રગટે, પ્રભુ લાગો છે પ્રિય. સુમતિ. ૨ સુમતિ વિના શું સાધન કરીએ? ફૂડ મતિને અંધકાર રે; દષ્ટિ ન દેખે કઈ વસ્તુને, અમુઝણ થાય અપાર. સુમતિ. ૩ સુમતિ દયા દર્પણ છે સાચું, દીવ્ય તત્વ દેખાય રે; અમૂલ્ય રત્ન નિજ હાથે આવે, શાશ્વત સુખ સહાય. સુમતિ. ૪ દર્પણ ઊંધું દુષ્ટ મતિ છે, દેવ નહી દર્શાય રે; દુર્મતિ માટે દૂર કરીએ, જન્મ ન એળે જાય. સુમતિ. ૫ દેહ-દેવળમાં દીપક પ્રગટ, જાય તિમિર ઘન ઘેર રે; દર્શન આપે દેવ નિરંજન, નિર્મળ નવલ કિશોર. સુમતિ. ૬ હું અજ્ઞાની કંઈ નવ જાણું, ભવ વનમાં ભમનાર રે; જૂઠું બેલું જન્મી જગમાં, ત્યાં તમે સુમતિ દેનાર. સુમતિ. ૭ દેહ વરૂપી રથમાં બેસી, જીવ ફરવાને જાય રે; પ્રબળ અશ્વ પચેંદ્રિય જોડ્યા, સારથી મન છે સદાય. સુમતિ. ૮ એ સારથીને સમજાવાને, સુમતિનાથ સુજાણ રે, અજિત કહે હે કરુણાસાગર ! ઘો સન્મતિનાં દાન. સુમતિ. ૯
www.kobatirth.org
For Private And Personal Use Only