________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
જૈન ધર્મના પરમ આરાધક શ્રી માણેકલાલ શેઠને જન્મ વિક્રમ સંવત ૧૯૬ ની સાલમાં માણસા ગામમાં ખાનદાન અને ધર્મ વાન કુટુંબમાં થયે હતા. શ્રી માણેકલાલભાઈના પિતાશ્રીનું નામ જયચંદભાઈ હતું અને માતુશ્રીનું નામ નવલબાઈ હતું. આ બંને ચુસ્ત જૈન ધમાં હતાં. શ્રી જેચંદભાઈને ચાર પુત્રરત્ન પ્રાપ્ત થયાં હતાં. આમાં એક તું શ્રી માણેકલાલ શેઠ, બીજા લલુભાઈ શેઠ, ત્રીજા હરગોવનદાસ શેઠ અને ચોથા ચકાભાઈ શેઠ. આ ચારે ભાઈઓ ધમનિષ્ઠ હતા. જેને ધર્મ એમની નસેનસમાં વ્યાપી રહ્યો હતે. ચારેનું દિલ તે એક જ હતું; માત્ર શરીર જુદાં હતાં, એવું લોકે બોલતા હતા.
શ્રી માણેકલાલ શેઠને ત્રણ બહેન હતી. એમનાં નામે અનુક્રમે જડી બહેન, માકેર બહેન અને ચંચળ. બહેન હતું. આ ત્રણે બહેને જિન ધર્મપરાયણ હતી. આ રીતે તેમનું આખું કુટુંબ ઘણું જ સુખી હતું.
શ્રી માણેકલ લ શેઠનાં લગ્ન બે વાર થયાં હતાં. એમનું પહેલું લગ્ન શ્રી ઉગરીબાઈ સાથે થયું હતું, પણ. તેમનું અવસાન બહુ જ ટૂંકા સમયમાં થયું. એમને સંતાનપ્રાપ્તિ થઈ ન હતી. એથી બીજી વારનાં લગ્ન શ્રી ચંચળબાઈ સાથે કર્યા. શ્રી ચંચળબાઈને બે ચાર સંતાને તે થયાં પણ તેઓ ટૂંકે આયુષ્યને બંધ બાંધીને
www.kobatirth.org
For Private And Personal Use Only