________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
શ્રીકુમારપાળચરિત્ર. શરીર કહેવાય છે. શરીરને જ્યારે નાશ થાય ત્યારે બુદ્ધિમાન એવો પણ કયે પુરૂષ નિયમની અપેક્ષા કરે ? સર્વ સ્થલમાં સંયમની રક્ષા કરવી અને તેથી પણ પિતાના શરીરની પ્રથમ રક્ષા કરવી. કારણ કે, શરીર સ્વસ્થ હોય તે ફરીથી એ વિદ્વાન પુરૂષ પ્રાયશ્ચિત્ત કરી શકે છે. એમ સર્વજ્ઞભગવાનના કહેવાથી જ્યારે પ્રાણ સંકટ આવે છે ત્યારે ચારિત્રધારી મુનિઓ પણ ચારિત્રને ત્યાગ કરી શરીરનું રક્ષણ કરે છે. ત્યારે આ નિયમ પણ છ આગાર સહિત કરે છે, માટે દેવતાની આજ્ઞાથી કરેલી હિંસાવડે તે હારા નિયમને ભંગ થશે નહીં. હે રાજન્ ? આપ જીવે છતે આ પૃથ્વી બહુ સમય સુધી રાજqતી-ઉત્તમ રાજાવાળી થાય અને લોકોને આનંદ મળે, માટે આપ ગમે તેમ કરી આત્મરક્ષણ કરે. ફરીથી રાજર્ષિ શ્રી કુમારપાળ બેલ્યો. મંત્રી? તું આ શું બેલે છે ? કલ્પાંતમાં પણ કઈ રીતે હું જીવવધ કરવાનો નથી, સંસારી જીવોને સંસારનું કારણભૂત શરીર દરેક ભવમાં પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વજ્ઞભગવાને કહેલું અને મુકિત આપનાર અને હિંસા વ્રત ફરીથી મળતું નથી. જે આવા દેહ વડે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે તો પત્થરના ટુકડા વડે ઘણું સુવર્ણ ખરીદવામાં આવે. સર્વથી ચંચલ શ્વાસવાયુ ગણાય છે અને તે શ્વાસરૂપ જીવિત હોય છે, તે તેવા અસ્થિર જીવિતને માટે સ્થિર અને કલ્યાણકારી દયાને હું કેવી રીતે ત્યાગ કરૂં? વળી પાપી પુરૂષ મરણથી બહીએ છે, પુણ્યવાનને તેને ભય હોતો નથી. મહેં ઘણુંએ પુણ્ય એકઠું કર્યું છે. હુને તેની શી ભીતિ છે? શ્રીજીનેંદ્રદેવની આરાધના કરી છે, શ્રી હેમચંદ્રસૂરિ મહારા ગુરૂ છે, અને દયા ધર્મ સમ્યક્ પ્રકારે પાળે છે, હવે મારે શું બાકી રહ્યું? માટે તું વિ
૧ રાજા, સંઘ, બલ, દેવતા, વડિલગુરૂ, અને વૃત્તિસંકટ એ છ અભિયોગ.
For Private And Personal Use Only