________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા
पुण्यद्रोःफलमावेद्य, तन्मूलमथ नल्पितम् । हेमाचार्योऽभ्यघाद्भूय-चौलुक्यनृपतिं प्रति ॥१॥ શ્રીમાન હેમચંદ્રસૂરિએ પુણ્યરૂપી વૃક્ષનું ફલ નિવેદન કર્યું.
હવે તેનું-પુણ્યદ્રુમનું મૂળ કહેવા માટે ફરીથી સમરસિંહરાજ. કુમારપાલરાજા પ્રત્યે આરંભ કર્યો.” અંકુરના
ઉત્તમબીજની માફક પુણ્યનું મૂળ દયા છે, પૃથિવી આદિકની માફક સત્ય વિગેરે તેને સહાય આપનાર છે. દીન, હણાતા અને ભયમાં આવી પડેલા પ્રાણીઓનું પોતાના પ્રાણની માફક રક્ષણ કરવું તે કારૂણ્ય-દયાધર્મ કહેવાય છે, કલ્યાણ રૂપી વલ્લીઓને કંદ, સર્વવત સંપદાઓના પ્રાણ સમાન અને સંસારસમુદ્રની નકાપણુ દયા કહેલી છે. તેમજ આ દુનીયામાં અદ્ભુત વૈભવદાયક દયાધર્મ કહે છે, વળી તે દયા મનુષ્યને દીર્ધાયુષ્ય આપે છે, શરીરને આરોગ્ય આપે છે, દેવાંગનાઓને ભેગવવા લાયક ભાગ્ય આપે છે. તેમજ જગમાં ઉત્તમ પ્રકારના ગુણ, અખંડિત બલ, સમૃદ્ધિમય રાજ્ય, ચંદ્ર સમાન ઉજવલ યશ અને છેવટે સ્વર્ગ તથા મોક્ષ સંપત્તિ આપે છે. આ દયાધર્મ સર્વને સંમત છે. કેવળ જેને જ માને છે એમ નથી, પરતીર્થિક પણ દયાધર્મને સ્વીકારે છે, વળી તેઓ કહે છે કે;–
एकतः क्रतवः सर्वे, क्षोणीसर्वस्वदक्षिणाः। अन्यतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणम् ॥१॥ એક તરફ પૃથ્વીરૂપ સર્વસ્વદક્ષિણાવાળા સર્વે યો અને
For Private And Personal Use Only