________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮)
શ્રી કુમારપાળચરિત્ર. અમેએ પકડયો હતો. પછી શૂરાંગદરાજાએ તેને મારવાની આજ્ઞા કરી. વધસ્થાનમાં તે લઈ જવામાં આવ્યું. ત્યાંથી શાશક (શશલા) ની માફક આ ચોર નાશીને હું ગુણિન ? તમારે શરણે આવ્યો છે. માટે હે સ્વામિન્ ? નીતિ તરફ દષ્ટિ કરે, જલદી એને આપી દે. જેથી આ ચિરને હણીને અમે સજજનમાં શાંતિ ફેલાવીએ. તે સાંભળી દયાલુ વીરાંગદ સુભટોને કહેવા લાગ્યો, જોકે આ ચાર મારવા લાયક છે તો પણ હું હેને આપવાનો નથી. “જેમ ચંદ્ર આનંદ આપવાથી અને સૂર્ય તાપ આપવાથી લેકમાં પ્રસિદ્ધ છે તેમ ક્ષત્ર શબ્દ શરણાગતનું રક્ષણ કરવાથી સાર્થક છે” જે એનું રક્ષણ હું ન કરું તે કીટનું નામ જેમ ઇંદ્રગોપ હોય છે તેમ
હાર ક્ષત્ર શબ્દ વ્યર્થ થાય. જેના શરણે આવેલો માણસ મત્ત હસ્તીની માફક નિર્ભય મનથી ઈચ્છા પ્રમાણે વારંવાર ન ફરે તે તેનું અભિમાન શા કામનું ? વળી– अचेतनास्ते तरवोऽपि वा-स्तापादुपेतं प्रतिपालयन्तः । सचेतनास्ते न पुनः पुमांसो-ऽप्यवन्ति भीतेर्न जनं श्रितं ये ॥१॥
અચેતન એવાં વૃક્ષે પણ તાપથી પીડાયેલા અને પાસે આવેલા મનુષ્યનું પાલન કરે છે તો તે પ્રશંસાપાત્ર થાય છે, તેમજ જેઓ ભયને લીધે શરણે આવેલાનું રક્ષણ કરતા નથી તેવા સચેતન એવા પણ પુરૂષે નિંદવાલાયક થાય છે. ” માટે હે સુભટે ? મહારા શરણાગતનું રક્ષણ કરવા રૂપી વ્રતને પાલવા માટે અન્યાયી એવા પણ આ ચોરને તમે છોડી દે. ફરીથી સુભટે બોલ્યા, હે સ્વામિન્ ? એનું રક્ષણ કરવાથી આપને શું ફલ થવાનું છે? વળી એને છેડી દેવાથી ઉલટે શત્રુની માફક તે લોકોને બહુ દુ:ખદાયક થશે, “ચોર, વ્યાધિ, શઠ અને શત્રુ એ ચારેને શુભેચ્છુ પુરૂષે કંદની માફક મૂળમાંથી ઉખેડી નાખવા જોઈએ,” અને જે તેમનું રક્ષણ કરવામાં આવે
For Private And Personal Use Only