________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮)
શ્રીકુમારપાળચરિત્ર. ધર્મને ત્યાગ કરી તું શા માટે મૂખની માફક જૈન મતને સ્વીકાર કરે છે? વેદ અને સ્મૃતિથી વિરૂદ્ધ એ જૈન ધર્મ ઉત્તમ નથી, એજ કારણથી તcવજ્ઞાની પંડિત તેને ત્યાગ કરે છે. જે આ જૈન માર્ગ મોક્ષપુરમાં જવાને સરલ હોય તે ત્વારા પૂર્વજો અન્ય માર્ગ વડે શામાટે સંચાર કરે? માટે જે તું લ્હારા આત્માનું હિત ઈચ્છતા હોય તે નિર્દોષ એવા આ હારા પૂર્વધર્મને ત્યાગ કરીશ નહીં. તે સાંભળી કુમારપાલ બે, આ વેક્ત ધર્મ મહેટે છે, પરંતુ તે હિંસામય છે, તેથી મારા મનને તેને વિશ્વાસ રહેતું નથી. છયે દર્શનની વાણું પરસ્પર અત્યંત વિરોધી હોવા થી શની માફક કઈ પણ ઠેકાણે મળતી નથી. ફરીથી દેવબેધિ બે, જે એમ હોય તે બ્રહ્માદિક દેવ અને ત્વારા પૂર્વજો ને પણ હું પ્રત્યક્ષ પ્રગટ કરી હને બતાવું, એટલે હું તેમને પૂછી જે. એમ કહી તેણે મંત્રના સામર્થ્યથી તેની આગળ પ્રથમ સંકેત કરેલાની માફક તે સર્વેને બેલાવ્યા. બ્રહ્મા, વિષ, શંકર, અને મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ, તથા સિદ્ધરાજ એ સાત પિતાના પૂર્વજોને પિતાની આગળ પ્રત્યક્ષ જોઈ કુમારપાલ ચકિત થઈ ગયા અને વિનય પૂર્વક તેમને નપે. વેદના ઉચ્ચારવડે કાનને વિષે અમૃતની વૃષ્ટિકરતા, સત્યજ્ઞાનોત્પત્તિના સ્થાનભૂત, શરીર અને જ્ઞાનથી પણ ચાર મુખવાળા બ્રહ્મા, હૃદયની અંદર રહેલી લક્ષમીના મુખને પ્રકાશ હેયને શું ? તેમ વક્ષસ્થલમાં કસ્તુભમણિને ધારણ કરતા તેમજ ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્ય રહેલાં છે એવા વિષ્ણુ, ત્રણ લોકને જોવા માટે જેમ ત્રણ નેત્રને ધારણ કરતા, હાથમાં ત્રિશૂળ, મસ્તકે જટા અને ભાલમાં બાલચંદ્રને ધારણ કરતા શંકર, એ ત્રણે દેવ એકઠા થઈ શરીરની ઉત્કૃષ્ટ કાંતિનામિષથી પરમતિષને બતાવતા હોય ને શું?
For Private And Personal Use Only