________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(૧૮૯ ). નૌકાઓમાં આરૂઢ થઈ કુમારપાલના સૈનિકોએ તેની સાથે યુદ્ધ કર્યું. ક્રોધાવેશમાં આવી ગયેલા તેના સુભટો શર–બાણ અને ભુજબળના આશ્રયથી લાંબા વખત સુધી મરણયા થૈ લડ્યા. છેવટે તેઓ હારી ગયા. બાદ પંચનદના નેતાએ લડાઈ કરી તેને પણ ગુર્જરેશ્વરે હરાવ્યો અને તેને અહંકાર ઉતાર્યો. એમ તેના દિ. વિજયમાં ગ્રીષ્મઋતુમાં સમુદ્રની ભરતી જેમ જગતને વિસ્મય કરનારી લમી દિવસે દિવસે વૃદ્ધિ પામી. તિર્ય–વક્રદંતથી પ્રહાર કર્તા છે હસ્તીઓ જેને વિષે એવી તે સિંધુ નદીના કીનારેથી પાછા ફરીને ગુર્જરેશ્વરે મુલતાન દેશના અધિપતિ મૂલરાજ પ્રત્યે લડાઈની તૈયારી કરી અને તે રાજહસ્તીએ તેના દેશને પદ્મ ખંડની માફક છિન્નભિન્ન કરી નાખે, પછી પોતાના હિતકારી અને હેંશિયાર એક દૂતને મૂળરાજ પ્રત્યે તેજ વખતે તેણે મોકલ્યા. યમરાજાની રાજધાની સમાન ભયંકર મૂળરાજની સભામાં જઈને વાદ્મપંચમાં પ્રવીણ તે દૂત હેને કહેવા લાગ્યા કે –
दीपः सर्गावशेषः स्फुरदरुणमणीदीप्तिराभासलेशः, ___ पर्यायः सप्तजिह्वः प्रतिकृतिरुचिरज्योतिरौर्वो विवर्त्तः । पाखण्डं चण्डरश्मिः स्मरहरनयनोदर्चिरुच्चै रहस्य,
राजन्नाभाति सद्यः कषितरिपुततेर्यत्प्रतापस्य पश्य ? ॥१॥ “જે રાજાએ સર્વ શત્રુઓને કષી નાખ્યા છે એવા જેના પ્રતાપની આગળ પ્રદીપ બુઝાઈ ગયેલો દેખાય છે. ફુરણાયમાન પદ્મરાગમણીની કાંતિ આભાસ માત્ર શોભે છે, અગ્નિ નામમાત્ર ભજે છે, ચંદ્રમા નિસ્તેજ પ્રતિમાને ધારણ કરે છે, વાડવાનલ સત્વહીન થઈ રહ્યો છે. સૂર્ય પાખંડમય દેખાય છે, એટલું જ નહીં પણ હે રાજન ! તું વિચાર કર, જેનું પરાક્રમ જોઈ તત્કાળ શંકરના નેત્રનો અગ્નિ પણ શાંતિમય શોભે છે.” તેમજ સર્વ શત્રુઓ જેને
For Private And Personal Use Only