________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. હતું કે, ગુર્જરેશ્વર શત્રુઓને ભેદવામાં મહાન પરાક્રમી છે, તેથી તે પણ વિનયપૂર્વક પોતાના નેત્રદેવની માફક ભૂપતિના ચરણમાં પડ, અને તેની પ્રાર્થનાથી કુમારપાલરાજાએ હસ્તિનાપુરમાં પ્રવેશ કરી યાચક જનેને બહુ દાન આપ્યું, તેથી પ્રગટ થયેલી કીર્નિવડે તેણે અન્યગંગાની પ્રવૃત્તિ કરી, બાદ તે ગંગાના તીરથી ગુર્જરેશ્વર પ્રયાણ કરી મધ્ય દેશના રાજાઓને સિદ્ધ કરી ત્યાંથી માલવદેશમાં ગયે. ત્યાં નજીકમાં આવતા કુમારપાલને જાણું ચિત્રકૂટને અધિપતિ કરેલ સજજન હામે આવ્યું અને પોતાની કૃતજ્ઞતાને લીધે તેણે બહુ ભકિત બતાવી. પછી ત્યાંથી લક્ષમીવડે સ્વર્ગ સમાન અવંતી દેશમાં ગયે, તેના અધિપતિ સાથે કુમારપાલભૂપતિએ યુદ્ધ કર્યું. માલવદેશના રાજાએ જાણયું કે ગુજરેવરેએ હારા પૂર્વજોને પ્રથમ હરાવેલા છે, એમ વિચાર કરી તે પણ શ્રીકુમારપાલભૂપાલની સેવામાં હાજર થયે; કારણ કે બલવાનની આગળ નમવું એજ નીતિ છે. ત્યાંથી નીકળી નવીન ગ્રીષ્મકાળના સૂર્ય સમાન શત્રુરૂપ કાદવને શોષણ કરતો ભૂપતિ સૈનિકો સાથે નર્મદાનદીપર ગયે. જમ્મુજબ, કદંબ, જે બીર અને આગ્રાદિક વૃક્ષોથી સુશોભિત, માલતી, મલ્લિકા, મગરા અને પાટલના સુગંધિત પુષ્પવડેવ્યાપ્ત તેમજ પવનથી ઉછળતા જલબિંદુઓથી શીતળ ભૂમિવાળા નર્મદાના કાંઠે રહેલા વનમાં સૈન્યનો પડાવ કર્યો. માર્ગના શ્રમથી પીડાયેલા કેટલાક સૈનિકો વૃક્ષે નીચે રહ્યા, કેટલાક સુંદર રેતીથી સુખમય તટપર ઉતર્યા. કેટલાક દુર્વાવનમાં રહ્યા, એમ પોતપોતાની ઈચ્છા મુજબ સર્વ સૈનિકોએ નિવાસ કર્યો, તેમજ બહુ સુખદાયક પિતાની જનની સમાન તે નર્મદા નદીને જોઈ હસ્તીઓ પ્રથમ તેના જલનું પાન કરી પુષ્ટ થયા અને બહુ આનંદ માનવા લાગ્યા. વનચારી હસ્તીઓના અવલેકનથી પ્રવૃત્ત થયેલા, મદવારિથી વૃદ્ધિ પા
For Private And Personal Use Only