________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
શ્રી કુમારપાળચરિત્ર. નીકળે. તપાસ કરતે કરતે સિંહપુરનગરમાં હું ગયે, ત્યાં તે નગરના રાજાની યથાત લક્ષણવાળી આ કન્યાને જોઈ હું હેને અહીં લાવ્યો છું. અને દેવીને માટે હાલમાં હામ કરવાની હારી ઈચ્છા છે. માટે હે રાજન્ ? એને છોડાવીને તું હારી સિદ્ધિને શામાટે નાશ કરે છે? હર્ષની વાત તો એ છે કે સજજન પુરૂ સ્વાર્થની માફક કદાપિ પરકાર્યને નાશ કરતા નથી. ખરેખર એકનું કાર્ય બગાડવું અને બીજાનું સુધારવું એ ધર્મ સમાન દષ્ટિવાળા સપુરૂએ કઈ સ્થળે માન્ય કર્યો નથી. વળી પિતાનું ઉદર ભરનાર આ સ્ત્રીને જ તું પ્રિય માને છે, ઘણું લેકને ઉપકાર કરનાર હું રાજપુત્ર લ્હારા હિસાબમાં નથી. એ પ્રમાણે ગીનાં વચન સાંભળી અભયંકર બા. હારૂં કહેવું ઠીક છે. પરંતુ આ સ્ત્રીને વધ કરો તે હને લાયક નથી કારણ કે, સ્ત્રી વધ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. જે પ્રાણુને વધ કરવાથી સિદ્ધિ થાય તેવી સિદ્ધિથી શું ફળ? વળી જે હિંસા કરવાથી પ્રાપ્ત થાય તેવી લક્ષમીથી પણ સર્યું. હેયોગીંદ્ર? તું સમજું છે પણ હારેહને કહેવું પડે છે કે સર્વ સિદ્ધિઓ ધર્મથી સિદ્ધ થાય છે. અધર્મ કરવાથી નથી થતી. મેઘ વરસવાથી નદીઓને પ્રાદુર્ભાવ થાય છે, ગ્રીષ્મના તાપથી તેઓ સૂકાઈ જાય છે. જે એક પ્રાણુના ઘાતથી સિદ્ધિ મળતી હોય તો તે ઘણું પ્રાણીઓના વધ કરનાર મનુષ્યને સર્વ સિદ્ધિઓ કેમ સિદ્ધ થતી નથી? વળી સ્ત્રીને વધ કરવાથી દેવી પ્રસન્ન થાય છે તે વાત કઈ વખત જોવામાં આવી નથી. તેમજ સાંભળવામાં પણ આવી નથી. માત્ર કૂટ કાર્યમાં કુશલ એવી તે દેવીએ ત્વને છેતર્યો છે. કિવા દેવીએ લ્હને સત્ય કહ્યું હશે છતાં પણ આ બીચારી સ્ત્રીને છોડી દઈ મ્હારા મસ્તકનો હોમ કરી આય? તું પોતાનું કાર્ય સિદ્ધ કર. હે વિબુધ? એમ કરવાથી વિદ્યાદેવી હુને પ્રસન્ન થશે, આ સ્ત્રી જીવતી રહેશે અને મહારે સત્કાર પણ સારી રીતે
For Private And Personal Use Only