________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨
વાડ, બરેચ માંગલ શીવ. માધવપુર, નવિબંદર, પોરબંદર, રાણાવાવ, છત્રાસા, વંથળી, જુનાગઢ, ધોરાજી, જેતપુર, ગોંડલ, રાજકોટ, જામનગર, ધ્રોળ, લતીપુર, ટંકારા, વાંકાનેર, ટુવા, મોરબી, ધ્રાંગધ્રા, હળવદ, સંખેશ્વર, સંખલપુર, મહેસાણા, વગેરે ગામના વિહાર દરમી આન આ કવિતાઓ રચેલી છે. આ સાલ વિક્રમ સંવત ૧૯૭૮ થી સંવત્ ૧૯૮૦ સુધીની છે. આટલી લાંબી મુસાફરીમાં જુદા જુદા અનુભવો મેળવીને તે કવિતા રૂપે બહાર મૂકી જન સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો છે. કવિ પિતે ગુજરાતના છે પણ આ કવિતાઓનો મેટો ભાગ રચાય છે કાઠિયાવાડમાં આ હિસાબે આ કવિતાઓ રચાવાનું માન કાઠિયાવાડ પ્રાંતને ખાસ કરીને ઘટે છે. - સાધુ પુરૂષોનો મુખ્ય ઉદ્દેશ જન્મ મરણની જંજાળમાંથી છુટી મિક્ષ મેળવવો એજ હોય છે. મોક્ષ મેળવવો એટલે અજર અમર થવું કવિ પિતે પણ એજ ઉપદેશ આપે છે કે
થઈ જા અજર થઈજા અમર શુદ્ધ ભાવમાં કયાં મરણ છે. કર ઈષ્ટની આરાધના પ્રભુ સત્ય અશરણ શરણ છે; આ જન્મ જીવ શિવ થાય જેમ હિમખંડ વારિમાં ભળે, મન ભજન કર મન ભજન કર ફરી જોગ આવો નહિ મળે.”
इत्यलम् ॐ शान्तिः शान्तिः शान्तिः श्री શ યાધિપતિ ભગવાન આદીશ્વરને ત્રિકાલ વંદના
તા. ૧૯-૯-૨૫.
ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી.
પ્રાણી રક્ષક સંસ્થા, રાજકોટ.
For Private And Personal Use Only