________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) હારી અને ગુરૂ આપની, થઈ ભૂમિકામાં એકતા; હારી અને ગુરૂ આપની, થઈ જાતિમાંહી એકતા. મમ–૫ ઉત્તર અને વળી મધ્યની, આજે બની ગઈ એક્તા; આચાર વૃત્તિવિચારમાં, ગુરૂ આજ થઈ ગઈ એકતા. મમ–૬ આ દેવની કૃતિ એકતાની, ભિન્નતા કેમજ બને; અદ્વૈતમાંહી એક્તાની, દ્વૈતતા ક્યાંથી બને. મમ–૭ જે નગરમાં સૂતો હતો, ત્યાં મૃત્યુ ઘટા ગાજતી; ઘનશ્યામ સૂના આશ્રમે, શય્યા અમે કીધી હતી. મમ-૮ ત્યાં એકદમ આવી ત્વમે, આજ્ઞા સુખદ આપી ઈંધી, જાગ્રત્ મધુર આવી અને, નિદ્રા દુ:ખાવ દૂર કીધી. મમ-૯ મહારા સુના મંદિર વિષે, ભરપૂર વસ્તિ આપની, મહારા મૃદુલ મંદિર વિષે, મૃદુભક્તિ શસ્તી આપની. મમ-૧૦ મહારા સુભગ આશ્રમ વિષે શુભ મૂર્તિહસતી આપની; વિસરાય ના ને જાયના, રસતા હતી તે આપની. મમ–૧૧ આ દેવકૃત સાગને, ઉપયોગ પણ પૂરણ થયે; ઘન રાત્રિ આજ હઠાવી ભાસુર, ઉદય પણ પૂરણ થયે. મમ-૧૨ આ અમરતાના યુગમાં, મરતા હવે દેખું નહિં; મરતા મરી અમરત્વમાં, ત્યાં અન્ય કંઈ પ્રીછું નહિં. મમ-૧૩ જાતા નહિં જતા નહિં, જાતાં છતાં જાશે નહિ; સૂરિ અજીતને આશ્રમ તજી, બીજે ખુશી થાશે નહિં. મમ-૧૪
For Private And Personal Use Only