________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮) વિદ્યુત્ તણું ચમકારની, મહેં દેખી છે જ્યોતિ અતિ, પણ આપના ત્યાં જ્ઞાનની, સ્ના કદી દેખી નથી. ઉદ્યાન–૬ સિલ્વતણીય અગાધતા, આકાશની ઉંડાણતા; હિમગિરિતણું ઉંચાણતા, જલબિન્દુઓની પ્રમાણતા. ઉદ્યાન-૭ એ સર્વે હું દેખ્યાં છતાં, ગુરૂ આપના સરખાં નથી; ચૈતન્યસમ જડ વસ્તુમાં, પ્રઢત્વ મહું દેખ્યાં નથી. ઉદ્યાન–૮ આકાશના તારા તણ, ગણના કદીક બની શકે; વષદના જલ બિન્દુની, ગણના કદાપિ થઈ શકે. ઉદ્યાન–૯ પણુ ગુરૂ તણા ગુણની કદી, ગણના સુણ દેખી નથી; ગુરૂદેવ સમ મહું દિવ્યતા, જન અન્યમાં દેખી નથી. ઉદ્યાન–૧૦ સિહે કરેલી ગર્જના, ગજપૂથને ભય આપતી; ને સૂર્યની તિઃ તિમિરના, પુંજનેજ હઠાવતી. ઉદ્યાન-૧૧ એવી ગુરૂની ગર્જનાઓ, પાપતાપ પ્રજાળતી; ગુરૂગર્જના સમ ગર્જના, બીજે મહદુ દેખી નથી. ઉદ્યાન–૧૨
केवळ दैव !
ગજલ–સોહિની. મમ જન્મની ભૂમિ જૂદી, ને અન્ય પૃથ્વી આપની, મમ મધ્યતા ગુજરાતની, ઉત્તર હતી ગુરૂ આપની. મમ-૧ મમ જન્મની જાતિ જૂદી, વળી આપની જાતિ જુદી આચાર પણ જૂદા અને, વૃત્તિ હતી તેમજ જૂદી. મમ–૨ ના જાણતો ગુરૂ કોણ છે? ના જાણતા હું કોણ છું; ત્યાં જાણ સર્વ બની ગઈ છો કેણ ગુરૂ ! હું કોણ છું. મમ-૩ હું અન્ય પળે પરવેર્યો ને, આપ પણ બીજે ગયા; પણ પૂર્વના પરિબળવડે, સંબંધી થઈ ભેગા થયા. મમ-૪
For Private And Personal Use Only