________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧). ઘન ગરજે ચપળા બહુ ચમકે, થાય અંધારું ઘેર; ગુરૂ વિરહી મુજ ચિત્તડું ચમકે, કરતું શોર બકેર. વિરહી-૧ મૃદુ ઠંડા વાલીઆ બહાતા, ખેડુત અતિ હરખાય; પણ તનપર તે નથી રહેવાતા, શરીર અતીવસુકાય. વિરહી-૨ પૃથ્વી ઉપર પાણી બહુ પડતાં, નદીઓમાં વહી જાય છે; સદ્દગુરૂ વિરહી મુજ મન પાણી, હર્ષ રહિત વહાય. વિરહી–૩ નથી ઘરમાં ગમતું આ દિવસે, સૂન થયે સંસાર જે અતિ દુર્લભ ગુરૂજનની સંગત, દેતી વિમળ વિચાર. વિરહ-૪ નવ પલ્લવ વેલ્લી થઈ રહી છે, ફૂલી રહ્યાં છે ફૂલને પણ મુજ મનવેલ્લી સૂકાણી, ઉપજાવે અતિ શુળ. વિરહી–૫ અન્યજન્મમાં આવી મળે છે, માત જાતને તાત જે; સદગુરૂ સંગત મળવી કઠિન છે, દાયક પ્રેમ પ્રભાત. વિરહી-૬ કામ ક્રોધ કંકાસને કાપે, ટાળે ભવના રેગ જે; જ્ઞાન ભક્તિ વૈરાગ્યને આપે, સંહારે સૈ શેક. વિરહી-૭ પૃથ્વી અતિવ પ્રફુલ્લ થઈ છે, પામી પાણી પ્રસંગ જે સદ્દગુરૂ વિરહ પણ મુજ સૂક્યા, અંતરના ઉમંગ. વિરહી–૮ નવ અંકૂર ઉગ્યા છે નતમ, ઉગ્યાં ક્ષેત્રે ધાન; પણ મમ હર્ષ સમગ્ર સુકાણુ, મનડે ત્યાખ્યું માન. વિરહી.-૯ બાહ્ય અગ્નિની જ્વાળા સારી, થાય વિમળ ફરી અંગ; અછત અબ્ધિ ગુરૂવિરહની વાળા, ફેરન આપેઉમંગ વિ-૧૦
श्रीगुरुविरहनोशोक. અલખેલી રે અંબેમાત જેવાને જઈએ—એ રાગ. સખી ! ગુરૂએ ત્યાગી કાય, શોક-ઘન છાઈ રહ્યો; હવે ઘરમાં કેમ રહેવાય ? શાક અતિ છાઈ રહ્યો.
એ ટેક
For Private And Personal Use Only