________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૫) इतिश्रीआनन्दघनमहामुनिकृतपदसंग्रहस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्य पूज्यपादश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिज्यरत्नप्रसिद्धयतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतपपबन्धगुर्जरभाषा
नुषादः समाप्तः
ॐ श्रीसद्गुरुविरह.! ઓધવજી સંદેશે કહેજે સામને–એ રાગ. સદ્ગુરૂનાં દર્શન તે ફરીથી ક્યાં મળે ? જેણે કહી હતી આત્મ પ્રદેશી વાતજે, વ્હાણુને ન્હાતાં રે ગુરૂજી સાંભરે, જેણે જગ્યા જપ જીનવના દિન રાતજે. સદગુરૂ–૧ સોહં શબ્દ સુણાવ્યા મહારા કાનમાં, જડ ચેતનની સમજાવી શુભ શાનજે, રૂપિયા આપ્યાથી વસ્તુ ના–મળે, તે પ્રભુ કેરૂં ગુરૂએ દીધું દાન. સદ્ગુરૂ૨ જ્ઞાન ભાનુ પ્રગટાવ્ય દિલ આકાશમાં, નિર્મળ ભાવે કર્યો તિમિરને નાશ, સમીપ વસ્તુને કીધી દૂર પ્રદેશમાં, દૂર વસ્તુને દર્શાવી છે પાસ. સદ્દગુરૂ–૩ સદ્ગુરૂના વચને હું છોડી જાતડી, સદ્ગુરૂ વચને ત્યાગ કરી હું નાતજે. ગુરૂ વચનામૃત પીને ત્યાગ્યા તાતને, ગુરૂ વચનથી માની માત અમાત. સદ્ગુરૂ–૪ બ્રમણા મમ ભાગીને લગની લાગી છે, ગુરૂ વચનમાં તન મન ધન કુરબાન,
For Private And Personal Use Only