________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) પદ ૮-ભેખ રે ઉતારે રાજા ભરથરી-એ રાગ. નિસ્પૃહ દેશ સોહ્યામણો, નિર્ભય નગર ઉદાર; નિર્મળ મન મંત્રી વડે, રાજા વસ્તુ વિચારજી.
અંતરયામીજી ત્યાં વસે. ૧ કેવળ કમળાનું ઘર તિહાં, કેવળ કમળાનો નાથજી; સુણ નિષ્કામી આતમા, નખી જગ થકી નાતજી, અંતર-૨ આતમ તું ચૂકીશમાં, આ અવસર હાથ; પસ્તા પાછળ થશે, સુખકર સંતને સાથ. અંતર-૩ દઢ સંતોષ કાયા મેહશો, સાધુ સંગત પળજી; વિવેક પિળીઓ જાગતે, સાચાં શાસ્ત્રનાં તોલજી. અંતર-૪ દઢ વિશ્વાસ વીતરાગને, સુવિદી વ્યવહારજી; મિત્ર વૈરાગ હઠે નહી, ક્રિયા સુરતી અપારજી. અંતર–પ ભાવના બાર નદી વહે, સમતા નીર ગંભીરજી; ધ્યાન વહીવંચા સદા વસે, સમતા ભાવ સમીરજી. અંતર–૬ ઉચાળા ભરવો નહી, નહી દુષ્કાળ ગઇ; ઈતિ અનીતિ વ્યાપે નહી, આનન્દઘન પદ ભેગજી. અંતર-૭
પદ, ૮૪–મહારે દીવાળી થઈ આજ-એ રાગ. પ્રભુ લાગી પ્રેમ કટાર, જીનવર જશ સુણતાં. ટેક. લગન અમને લાગી તન્હારી, કદી છેડી નવ છૂટે રે; લેક લાજ સઘળી હૅર કીધી, કદી તોડી નહી ટૂટે. જીન–૧ જેમ કોઈ અમલી અમલ ખાય છે, કેફ ચઢી છે એવી રે; શી ઉપમા આપું પ્રભુ હારી, વૃત્તિ સ્વરૂપ કરી લેવી. જીન-૨ યેગી કરી દેગ ધ્યાનમાં, સુરતા ટળે નહી ટાળી રે; આનન્દઘન કેરી એ રીતી, પ્રભુ પર જાઉં બલિહારી. જન–૩
For Private And Personal Use Only