________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૧) તું હારે નાથજી હું હારી નારી, અંતર ના જ રખાયરે, સખી ? આનન્દઘન પ્રભુ કઈ મિલાવો, નહીતર થાઓ વિદાયરે, સખી?
પદ ૫૧. ભેખરે ઉતારે રાજા ભરથરી–એ રાગ. ભર ભાદરવાની રાતડી, આપે કષ્ટ અપાર; ક્ષણ ક્ષણ છાતી સુકાય છે, વાગ્યા વિરહ વિકારજી. ભર ૧ નિરખી છબી પૂરી નાથજી, કીધે પિયુને ઉચ્ચારજી; એવે સમે ચાતક આવીઓ, પ્રિય પ્રાણ હરનારજી. ભર. ૨ એક નિશી પ્રીતમ નામની, વિસરી શુદ્ધ બુદ્ધ નામજી; ચાતક ચતુર વિના રહી, રટતી પ્રભુ સુખ ધામજી; ભર. ૩ એક સમયમાં આલાપીને, કર્યું અટાણે ગાનજી; સુઘડ પપૈઓ સ્વર કરી, દેતો પિયુ પિયુ તાનજી. ભર. ૪ રાત વિાગની ચેજાય છે. ઉગ્યા સુયાગ સુભાણજી; સમતા સાચા મતે મળે, ઉપજે આનન્દઘન માનજી. ભર. ૫
૫૬ ૫૨. ગઝલ. મુજ પ્રાણ આનન્દઘન સદા, મુજ તાન આનન્દઘન તથા; મુજ માત આનન્દઘન રૂડી, મુજ તાત આનન્દઘન વળી. ૧ મુજ ગામ આનન્દઘન ગયાં, મુજ જાત આનન્દઘન ગણી; મુજ લાજ આનન્દઘન મિઠી, મુજ કાજ આનન્દઘન પ્રતિ. ૨ મુજ સાજ આનન્દઘન ગણું, ને લાજ આનન્દઘન ગણું; છે આભ આનન્દઘન મહ૬, છે ગર્ભ આનન્દઘન સુખદ. ૩ છે હદય આનન્દઘન મધુર, ને લાભ આનન્દઘન પ્રબળ;
For Private And Personal Use Only