________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૭ ) મર્યો અનંત કાળથી પ્રાણી, તે અમે કાળ હરીશુ. હવે ૩ દેહવિનાશી હું અવિનાશી, આત્મ ગતિ પકડીશું. હવે ૪ ધરી સ્થિરતા અસ્થિરતાત્યાગી, ચોખા થઈનીકળીશું. હવે ૫ મર્યો અનંતકાળ વણુ સમજે, હવે સુખદુ:ખવિસરીશું. હવે ૬ આનન્દઘન અક્ષર બે સાચા, નહી સમજ્યા મરીશું. હવે ૭
-
-
-
પદ ૪૩. રાગ–ધનાશ્રી. શાને તું દીલમાં ડરે છે સમતા? શાને તું દીલમાં ડરે, સુણ સમતા! ચેતન કહે આખર, દોઢ દિવસ જુઠ લડે. હે સમતા ૧ એટલું મનમાં નિશ્ચય સમજે, નંગ પિતળે નવ જડે, જ્યારે નિજ પદ હે સંભાયું, હું આવ્યું તુજ કરે. હે સમતા ૨ સમય પામી અધ્યાતમ શૈલી, પ્રભુપદ ગજ ધરે, શક્તિ જગાડી આપ સ્વરૂપની, આનન્દઘન શું વરે. હે સમતા ૩
પદ ૪૪. ગઝલ. હું આપની હું આપની, જાણે પ્રીતમજી? આપનીટેક. એમાં દગે જે જાણશો, મુજને વિભિન્ન પ્રમાણશો; કરવત ધરૂં જઈ કાશી તે, જાણું જીવન જી? આપની. ૧ જાણું ન વેદ પુરાણને, યાતે કિતાબ કુરાનને જાણું નહી વૃતિ ધ્યાનને, જાણું જીવન? છું આપની. ૨ બકવાદ તજી સેવક બની, હું આપના સંગે રહું; રસરાજમાં તન્મય થવા, જાણું જીવન છું આપની. કેવળ કૃપા ચહું આપની, મહેણાં જગત કેરાં સહુ લેકે ભલેને બેલતા, જાણું જીવન ? છું આપની. આનન્દઘન આવે હવે, વેગે મળે નિજ દાસીને, નહીતર ડૂબું ગંગા વિષે, જાણું જરૂર છું આપની.
For Private And Personal Use Only