________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
બ્રિટિશ રાજ્યનું હાલ બરાબર, અદલ રીતે ચાલે છે રાજ;
શાન્તિ પરમ વરસે છે સુખકર, છે નરપતિ વળી ગરિબનિવાજ; એ ઈશ્વરી? આશિષ પૂર્વક તું, દીર્ધાયુ: દે સૌને દ્વાર; હે મહારી પ્રિય ભરત ભૂમિ ? તુજ, ચરણે નમન હજારો વાર. ૨૦
સૂર્યોદયl. (પણ)
શિખરિણી. અહા ? પ્રાત:કાળે, રવિ ઉદય સંધિ વિલસતી;
અને પુષ્પમાં શ્રી, પ્રગટિત થએલી દરસતી; તરૂડાળે બેસી, કલરવ કરે પંખી ગણ આ;
તથા ભૂંગે પુષ્પ, અહિં તહીં કરે છે બ્રમણ આ. ૧ મજા દેતી વાતી, અનિલ લહરી ગંધ લઈને
ખલી છે વેલ્લીઓ, શિશિકર મધુ સ્વાદ ગૃહીને; વહે ધીમી ધીમી, સલિલ સરિતા શીત સહિને;
પધારે છે વિપ્રો, ગૃહ ભણું જળ સ્નાત થઈને. ૨ જુઓ ? ગ્રામ માંહી, ભજન લલકારે ભગતજી;
પ્રભાતી ગાવાથી, રજનિ તણી નિદ્રા બધી તજી; ગયું નાશી કયાંઇ, તિમિર સઘળું છેક ઘનમાં
નવું ઓજસ આવી, શમી રહ્યું દિસે સર્વ જગમાં. ૩ ચથા પાપી આત્મા, અશુભ કૃતથી મુક્ત બનતાં,
સ્વયં જ્યોતિ: દસે, તદવત દિસે આ સ્થળ બધાં દિશાઓ પ્રેરે છે, સુખ કરણ આન્દોલન બહુ
નભેથી વર્ષોલે, પરમ આ ધારે જીવ સહુ. ઉગે ભાનું પૂર્વે, જય જય કરે છે પ્રભુ જને;
છવાવા લાગ્યાં છે, કનક વરણ રક્ત કિરણો;
For Private And Personal Use Only