________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરમાં લઈને
વરરાજ તથજન કરે છે,
વિધુનીવનના. ( પુરૂ )
સવૈયા. કહે કૃષ્ણજી વૃન્દાવનમાં, જુઓ રામ? હેટ બ્રાતા;
વૃક્ષરાજ શોભે છે ફળયુત, પુષ્ય યુક્ત છે મદ માતા, સુગન્ધ મિશ્રિત પુષ્પ તથા ફલ, શાખા રૂપ કરમાં લઈને;
આપ તણાં શુભ પૂજન કરે છે, આનન્દ તન્મય થઈને. ૧ જાણે કે તરૂરાજ તથા વન-વેલ્લી મનમાં માગે છે;
આપ રામના સુખદ દર્શને, પાપ પુંજ અમ ભાગે છે; હે શ્રી રામ? હમારા અહિયાં, પધારવાથી ભય ભાગ્યા;
એમ જાણું તરૂરાજ આપને, નમસ્કાર કરવા લાગ્યા. ૨ તથા જુઓ આ મસ્ત ભ્રમરગણ, આપ તણાં ગાયન કરતા
ગુપ્ત વેષ છે માનવને પણ, રૂષિ મુનિ તમ પાછળ ફરતા; વળી મયૂરે પ્રેમ પૂર્ણ થઈ, નૌતમ નૃત્ય કરે છે ભાઈ?
શાંતિ તણું સસ્થાન રૂપ આ, રાન દિસે છે સુખદાઈ. ૩. જેમ ગોપિકા શ્રી ગોકુળમાં, આપ તણું દર્શન માટે,
ઘેલી થઈ ઘૂમે છે સઘળી, હાટે વાટે ને ઘાટે સર્વ મૃગલીઓ એમજ વનમાં, આપ તણું પાછળ આવે;
અતિ પ્રિયતા ઉપજાવે ઉરમાં, તરલ નયનને તલસાવે. ૪ આમ્ર વૃક્ષ પર કેકિલ ગણ પણ, આપ તણા સત્કાર કરે.
મીઠ્ઠા શબ્દ કરીને, ભજનામૃત દિલમાંહિ ભરે; અત: ધન્ય આ વન વૃક્ષેને, તથા ધન્ય પૃથ્વી તૃણને,
ધન્ય પુષ્પને ધન્ય વેલ્લીને, તથા ધન્ય આ જન ગણને. ૫ આપ ચરણનાં ચિત્રો જે પર, તે પર્વતને ધન્ય સદા;
આપ તણાં દર્શન કરનારાં, પંખી વૃન્દને ધન્ય તથા શ્રી શુકમુનિ ઉચરે હે રાજન ? એમ કૃષ્ણ ઉચર્યા વાણી; પૂર્ણ પ્રેમ વાળા સુરભીને, તૃણ ચરાવી પાતા પાણી. ૬
For Private And Personal Use Only