________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
દર્શનનું સંરક્ષણ કરવા માટે અન્ય નવા નવા સંપ્રદાય વાળાએ કેવા પ્રકારે પ્રયત્ન સેવી રહ્યા છે તથા કયા કયા સિદ્ધાંત લોકોને ગળે ઉતરાવી રહ્યા છે એ જાણવાની જૈનમુનિરાજેની એક ફરજ થઈ પડી હતી. એટલે કે અંધકાર યુગમાં પણ જૈનમુનિરાજે પિતાના વાડાનાં કૂંડાળામાંજ ધુમ્યા કરતા હતા એમ ન હતું પણ સઘળા સંપ્રદાય તરફ તેમની દૃષ્ટિ ઘુમતી હતી. માટે જે લોકે એવો આક્ષેપ કરે છે કે જૈનમુનિરાજે કેવલ પિતાને વાડામાંજ ઘુમવાવાળા છે એ વાતમાં કશુંયે વજૂદ નથી એ સિદ્ધાંત આથી સાબિત થાય છે. જેનકવિ શ્રી અજીતસાગરસૂરિનો રચેલે કાવ્ય સુધાકર” ગ્રંથ જેવાથી સહુ કેદ સમજી શકશે કે જૈન મુનિરાજે કવેલ પોતાનાજ વાડામાં આળસુ થઈને પડ્યાં રહેલા નથી પણ સઘળા વાડાઓને વિચાર કરે છે અને ઘણીજ વિશાળ દષ્ટિથી ઘણીજ મધુરી ભાષામાં પ્રતિભાશાળી કવિતાઓ રચે છે.
જ્યારે મેં પ્રથમ કાવ્ય સુધાકરનું છપાઈ રહેલું પુસ્તક જોયું ત્યારે આશ્ચર્યને પાર રહ્યો નહિ. કલાપી જેવા લેખકને પણ ઘડીભર હંફાવે એવી ઉન્નત ભાષા, ભાવ અને અલંકારો જોઈને મને તો એવું જ લાગી આવ્યું કે આજે જૈનધર્મમાં કેઈ ન કલાપિ જન્મ પામ્યો કે શું !!! પૂર્વ મુનિ મહાત્માઓએ અનેક પ્રકારના સાહિત્ય ગ્રંથો રચેલા છે તેના કરતાં આ ગ્રંથ કાંઈક જુદી અને સુંદર પદ્ધતિ ઉપર રચાયેલું છે એવું મને જણાયું. ઘણા જ રસપૂર્વક આ ગ્રંથ હું સાદ્યુત વિચારી ગયો અને કલાપિની હરોલનું ઉચ્ચ મતિનું સાહિત્ય તૈયાર કરવા માટે મહે તો જૈનાચાર્ય શ્રી અજીતસાગરસૂરિજીને ખરેખર અંતઃકરણપૂર્વક ધન્યવાદ આવ્યો. મને લાગે છે કે જેમ જેમ જમાને આગળ વધશે તેમ તેમ આ ઉત્તમ પ્રતિના સાહિત્ય ગ્રંથની લોકેામાં વધારે વધારે પ્રતિષ્ઠા જામતી જશે. અત્યારે જેન ભાઈઓને જેવી કવિતાઓની જરૂર છે તેવી જ કવિતાઓ આ “કાવ્યસુધાકર”માં છે, હવે લોકોને ઈણિ, સવિ, નયરી,
For Private And Personal Use Only