________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
જિન મુનિ મહાત્માઓનો પરિચય સ્પષ્ટ જણાઈ આવે છે. દિલ્હીમાંથી હિંદુરાજ્ય નાબુદ થયું અને મુસલમાની રાજ્ય મંડાયું ત્યારથી સારા ભારતવર્ષમાં મોટા પાયા ઉપર અંધાધુંધી ચાલી. આ અંધાધુંધીના સમયમાં ધર્મનું ગમે તે પ્રકારે રક્ષણ કરવા માટે જુદા જુદા ધર્માચાર્યોએ જુદા જુદા પંથની સ્થાપના કીધી. રામાનુજ, રામાનંદ, નાનક, કબીર, ચૈતન્ય, મધ્ય, નિંબાર્ક, શ્રીચંદ, વલ્લભાચાર્યજી, મહેરાજ ઠક્કર અને શ્રીદેવચંદજી, શ્રી સ્વામીનારાયણ સહજાનંદ સ્વામી, દયાનંદ, કેશવસેન વગેરે ધર્માચાર્યોએ કેવલ હિંદુ ધર્મને સંરક્ષણની ખાતર પિતાની જીંદગીના ભોગે આપીને જમાનાને અનુકુળ નવિન સંપ્રદાયોની સ્થાપના કીધી અને એ રીતે હિંદુધર્મનું સંરક્ષણ કીધું. આવા અંધકારમય યુગમાં જૈનધર્મનું સંરક્ષણ કરવાની ખાતર જૈન મુનિ મહાત્માઓને પોતાની જીંદગીના ઘણું વરસોનો ભોગ આપવો પડ્યો હતો અને ધર્મસંરક્ષણની પુષ્ટિની ખાતર મોટે ભાગે જનધર્મને લગતું જ સાહિત્ય રચવાની જરૂર પડી હતી. જેનમુનિ મહાત્માઓની સૌથી પ્રથમ ફરજ તો જેન ધર્મનું સંરક્ષણ કરવું એ છે. આવા અંધકારમય યુગમાં મુનિ મ. હાત્માઓએ પોતાની જીંદગીના ભોગે પણ જેનધર્મનું રૂડી રીતે સંરક્ષણ કીધું છે એ સમગ્ર જૈન સમાજ ઉપર મુનિરાજેને મોટામાં મેટો ઉપકાર છે. એક તરફથી ઈસ્લામધર્મ ફેલાવવાની બાદશાહોની પ્રબળ ઈચ્છા, બીજી તરફથી નવા નવા ધર્માચાર્યોની પિતાના મતે ફેલાવવા માટેની તનતોડ મહેનત અને ત્રીજી તરફથી યુગનો અંધકાર આવા વિકટ પ્રસંગમાં જૈનધર્મને જાળવી રાખવા માટે તે સમયના મુનિ મહાત્માઓને કેટલી મહેનત પડી હશે એ મહેનતની કિંમત તે વાંચનાર પોતેજ આંકી લેશે. આવા સમયમાં જૈન મુનિરાજેએ ધર્મસંરક્ષણ માટે મોટે ભાગે જનધર્મને અનુકુલ જ સાહિત્ય રચેલું છે તેમ છતાં આ સઘળાં સાહિત્ય ભંડોળની અંદર અન્ય દર્શનની નોંધ તો આવ્યાજ કરી છે, જૈન
For Private And Personal Use Only