________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૫
હરિગીત. રજ સત્ત્વ તમ ત્રણ ગુણ થકી, શ્રી રામજી પર છે સદા;
શંકર કહે હે પાર્વતી ? નથી રામને કંઈ આપદા; માનવ ચરિતથી કામિની, દીનતા દુઃખદ દેખાડી છે;
ને ધીરજનમાં વિરતિ, દઢતા અચળ બેસાડી છે. માયા તથા મદ લોભ ક્રોધ, કઠીણ બહુ બળવાન છે;
પણ રામની કરૂણા જીહાં, તે ભક્ત પ્રતિ નાદાન છે; નટની અનુકૂળ દૃષ્ટિ જ્યાં, ત્યાં ઈન્દ્રજાળ નકામ છે,
તેમ સર્વ અવગુણ શાન્ત છે, જ્યાં રામનું સુંધામ છે. ૧૦ સાચું કહું છું પાર્વતિ? અનુભવ હું આપો આપને;
સાચું ભજન શ્રી રામનું, આશ્રય વડે એ બાપને; જળ ઝાંઝવાનું નભ કુસુમ, દેખાય પણ સાચું નહી;
એ રીત આ સંસારસુખ, વિલસાય પણ મિથ્યા સહી. ૧૧
श्रीसाभ्रमतीसरितास्तुति. ( ३८ )
શાર્દૂલવિક્રીડિતમ
૧
આવે છે અરવલ્લીની ગિરિથકી, પશ્ચિમમાં જાય છે,
જેના સૈન્ય પ્રવાહને નિરખતાં, પાપી શુચિ થાય છે; જાણે પૂર્વ પરાત્મથી નિકળતી, વિશ્વા સરિતા અહી?
એવી સાભ્રમતી સુમાતુ ચરણે, હે નમસ્કાર હો? જેવા બ્રહ્મ સુરેશના જગતની, ઉત્પત્તિને કારણે
સંક૯પે બહુ ભાતિના ઘટ વિષે, ઉત્પન્ન થાતા ક્ષણે; એનું સામ્ય કરે તરંગ મધુરા, એમાં હુને પ્યાર છે; દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. ૨૦
For Private And Personal Use Only