________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮) રમીટિનતિ. (પ)
હરિગીત-છન્દ. નહિ જ્ઞાનની આરાધના, નહિ દેવની આરાધના
નહિ સત્યને અભ્યાસ, “જ્યાં” નહિ શાંતિ કેરી સાધના નહિ સામ્ય ભાવે જ્યાં વસે, વિદ્યા તણું વિમળી લતા;
એ કુલીનતા કહેવાય નહિ, છે કારમી એ કુટિલતા. પરમાર્થ કારણ જે તણી, મનવૃત્તિઓ ધાતી નથી,
વર્ણાશ્રમની હદ વિષે, જેની મતિ થાતી નથી; જે આપ કેરા કારણે, સંકટ બીજાને આપતા; - એ કુલીનતા કહેવાય નહી, છે કારમી એ કુટિલતા. પુત્રી બદલ પરણે પિતા, બેની બદલમાં ભાઈ જ્યાં;
નિજ પુત્રવધૂને લાવવા, મતિ પાપમાં પથરાઈ જ્યાં; દુઃખમાં ડુબાવે દીકરીને, હું પિતા છું બેલતા;
એ કુલીનતા કહેવાય નહીં, છે કારમી એ કુટિલતા. ૩ આચારનું જ્યાં નામ નહિ, સુવિચારનું જ્યાં નામ નહિ;
અપકર્મનું ફળ આપતું, પેખ્યું પ્રભુનું ધામ નહિ, સચ્ચાઈની નિંદા કરે, દીવ્યાત્મ જનને દુભવતા;.
એ કુલીનતા કહેવાય નહિ, પણ કારમી છે કુટિલતા. સાચા સુપંથે ચાલતા, ભગવાનને ભય રાખતા;
પરને મળે સુખ જે રીતે, એવું રસનથી ભાખતા; પુત્રી તણું સારૂં ચહે, જગ સર્વનું હિત જાણતા; * એ કુટિલતા કહેવાય નહિ પણ, સુખમયી છે કુલીનતા. ૫ પરમાર્થની જ્યાં પૂર્ણતા, અપમાર્ગની જ અપૂર્ણતા;
ધનમાલ કેરી ગણુતા, પણ ધર્મ કેરી મુખ્યતા; ઉંચા ગુણેની ઉગ્રતા, નીચા ગુણેની નીચતા;
એવા સુકુલની લ્હાયમાં, પરમાત્મ આવે પ્રીછતા.
For Private And Personal Use Only