________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧ ) લલતા ન મનની હારિ પણ, જાતે હમે હારી ગયા, દુવૃત્તિ નહી ઠારી શક્યા, નહિ મેહ ઉતારી રહ્યા. ૨.
આ વિશ્વ સાથે યુદ્ધ કરતાં, વિશ્વ સહુ જીતી ગયું, તેજસ પ્રભા કન્દપ એ, સર્વે અહીંનું અહિં રહ્યું;
ઉતર્યો અમારે રંગને; એ રંગ માલિક અન્ય છે, એ રંગમાં બે રંગ થઈ, જીવનાર જનને ધન્ય છે. ૩.
આકાશ માંહી સૂર્ય આ, ભમનાર નિત્યે એજ છે, તારા વિષે ચળકાટ કરતે, ચન્દ્રમાં પણ એજ છે; પૂર્વે હતું તે વાયુ તે, વહેનાર આજે એજ છે,
સર્વે રહ્યાં આબાદને, ચાલ્યું હમારું તેજ છે. જે મદમસ્ત થઈ જે યુવતિઓ, સ્વચ્છન્દ મલકાતી હતી,
તે યુવતિએ વૃદ્ધત્વમાં, રસવન્ત દેખાતી નથી; જુવાન જન વૃદ્ધત્વમાં, બિન ઢંગ દર્શાઈ રહ્યા,
માટે હમે સુયુવાન પણું, વૃદ્ધત્વ વષવી રહ્યા. ૫ कालो न यातो वयमेव याता, स्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः तपो न तप्तं वयमेव तप्ताः, भोगा न भुक्ता वयमेव भुक्ताः ॥
અપૂર્વ શરિથતિ. ( ૪ )
સવૈયા. વિના વાદલી ઝરમર ઝરમર, અખંડ ધાર વરસે વરસાદ; વિના ગંગના પ્રબળ ધોધ અહિં, ગુણ ગંભીર થતા ઘંઘાટ; વિના પાણી ઉછળે છે સાગર, વચમાં ઘુમે અગણિત નાવ; વિના હસ્તપદ પ્રબળ મધ્વજન, રમે અખાડે દિલના દાવ ૧ વિના તોપ હથિઆર સૂરજન, સમરાંગણમાં લડે સદાય વિના રસન આ મહદ પ્રદેશે, શાસ્ત્રના મંત્ર ભણાય; વિના કર્ણ અહિં મનહર શબ્દ, ચાર પ્રહર સુખકર સુણાય; વિના ચરણ અહીં લાખેકો; પવન થકી પણ અધિક જવાય. ૨
For Private And Personal Use Only