________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–પ્રાણીમાત્રની જ્યારે રાત્રિ હોય છે ત્યારે સંતપુરૂષા જાગે છે. પ્રાણિમાત્ર જ્યારે જાગે છે ત્યારે મુનિઓની રાત્રિ હોય છે.
પ્રભુના પ્રેમીજનને તે ક્ષણિક વિલાસો શાન્ત થાય છે, અને અખંડ આનન્દભરી વસ્તુની સંપ્રાપ્તિ થાય છે. સંસારીજનો પૌગલિક વિલાસને સુખ માને છે, ત્યારે સંતજને નાશવંત વિલાસની પેલી પાર મન, વાણું અને કાયાથી અગોચર અવિનાશી આનન્દને પ્રાપ્ત કરે છે. અજ્ઞાન અવસ્થામાં જ્યાં સુધી પ્રભુના અસ્તિત્વપદને નિશ્ચય થતું નથી, ત્યાં સુધી વિશ્વનું નાશવંત સ્વાતંત્ર્ય ભગવાય છે. અને યથેચ્છાચરણ થાય છે. પ્રભુની વ્હીકથી વિચરનારને તે પ્રભુની આરારૂપ કેદખાનામાં કેદી બનવું પડે છે. પરંતુ પરિણામે તો પ્રભુની આજ્ઞાને કેદી સ્વતંત્ર છે અને સાચા કેદી તે યથેચ્છાચારી વિષયી જનોજ બને છે.
પૂર્ણોણ? (૨૪)
હરિગીત-છંદ. નહિ શાસ્ત્રનું પાઠન પઠન, પંડિત બનીને બેસતા; . સમીપે મળે નહિ કેડિ પણ, ધનવાનનો દમ રાખતા; અપકર્મ કરી આ લોકમાં, ધન પ્રાપ્ત કરવા હાય છે;
ઉચય વિદુર સુણ અન્ય રાજન ? મૂર્ણ એ કહેવાય છે. ૧ નિજ કાર્ય કરીને ત્યાગ, બીજા કાર્યમાં જોડાય છે;
સન્મિત્ર કેરા કાર્યમાં, કપટી કુટિલ જે થાય છે; નિજનાં વખાણ સ્વયં કરે, પર કષ્ટ પ્રતિ હરખાય છે;
ઉચર્યા વિદુર સુણ અન્ય બાન્ધવ? મૂર્ખ એ કહેવાય છે. ૨ અનભક્ત જનને સર્વથા, જે સ્નેહ રાખે સર્વદા;
સંતે તણા સહવાસમાં, નહિ પ્રેમ જેને છે કદા; બળવાન સાથે બરાબરી, કરીને જ ખત્તા ખાય છે;
ઉચર્યા વિદુર સુણ અન્ય બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. ૩
For Private And Personal Use Only