________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) આરહી અવરોહી ભેદ, પરખુ કે વળીં પરખાવું; પણ નશ્વર એ વાદ્ય છંદમાં, હેત સાથે શું હરખાવું ? ૩ સૂર્ય ઉદય પછી રક્ત પતિ બની, અવશ્ય કરીને આથમતે;
એમજ આ પરિવાર સકળ તે, ઉદ્દભવી અને આથમતો; વિરહ શેના ગાઢ તિમિરમાં, વણ દેખે કેમ ગગડાઉં,
એવા નશ્વર ઝાકળ સરખા, પરિવારે શું હરખાઉં ? રાજ્ય ગાદિના અધિપતિ જેની, સર્વ લોક આજ્ઞા ધારે;
દેશ દેશમાં આણ ચલાવે, હેમ ભર્યો હાથી દ્વારે; ખડે જાવ મહારાજા જેવા, રાજ્ય અર્થ કેમ? લલચાઉં;
કારણ અને નશ્વર માટે, નૃપ પદમાં શું હરખાઉં? પંડિતતા એ પ્રાપ્ત થાય છે, વાદ વિવાદે નવ હારૂં;
સત્ કેટીને અસત્ કરી દઉં, અસત્ય સત્ય કરું મારું; જડની દીકરી બુદ્ધિ તેની, ચંચળતા કેમ મન લાવું;
તનુ સાથેજ વિનાશી એવા, પાંડિત્યે શું હરખાઉં? ધામ ધરા ધન આદિક સ્થાવર, પદાર્થ કેરો નાશજ છે;
દેહ હોય કંદર્પ સમે પણ, એક દિવસ તે ત્રાસજ છે; પુત્ર કલત્ર સુમિત્ર નાશમય, ત્યાં શાં–માન હદય લાવું;
આત્મા થકી અળગા થાનારા, સુખમાં શું હું હરખાઉં ? 9 આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિઆ, એવું એકજ કાળ બને; રાજ્યપાટ અધિકાર સાહ્યબી, સાથ ન આવે કઈ કને; શૂન્ય વિશ્વસમાં ધરી વાસના, પ્રેત દેહમાં કેમ જાવું; આત્મા થકી અળગા થાનારા, સુખમાં શું હું હરખાઉં ? ૮ અરે પ્રાણી ? તું કઈ દિશામાં, બહુજ દૂર નજર કરી છે ? સમીપ સમીપની સઘળી વ્યક્તિ, સ્પષ્ટ દિસે અનુભવમાં જે જેમ જેમ વ્યક્તિ દૂર થાશે, યદ્યપિ એની હયાતી છે; તદપિ લય સરખી દરસાશે, જીવન સુધી દર્શાવી છે.
For Private And Personal Use Only