________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યાિ ,
કવ્વાલિ, જગના ગુપ્ત પડદામાં, રહ્યું જે સત્ય તે લેવું; અમારે સત્ય છે ધર્મજ, ભલે માને ન વા માને. અને સત્ય જ લાગે, જગતુમાંથી લઈશું તે, મનુષ્યને જણાવીશું, નથી ડરવું ડરાવ્યાથી. કરૂણાના વિચારથી, જગતનાં પાપ ઈશું; જગત્ સેવા ભલી કરવા, ભલા સેવક અમો બનશું જગને માતૃવત્ લેખી, જગતને પિતૃવત્ લેખી; જગતને મિત્રવત્ લેખી, ભલું વર્તન ચલાવીશું. જગત્ આદર્શવત્ લેખી, જગતને ચિત્રવત્ લેખ, જગને આત્મવત્ લેખી, પગથીએ ધર્મના ચઢશું. જગત્ શિક્ષક સમુ માની, ભલી શિક્ષા ગ્રહ્યા કરશું; જગત્ નાટક નિહાળીને, વિવેકે સાર ખેંચીશું. જગત્માં પાણીને દુગ્ધજ, રહ્યાં અને અરે ભેગાં બનીને હંસ બન્નેને, કરીશું ભિન્ન નિશ્ચય એ. જગમાં મેઘ બનવાને, જગમાં ચંદ્ર બનવાને, જગમાં સૂર્ય બનવાને, પ્રવૃત્તિ ધર્મની ધરશુ. જગતને બાગ છે સુન્દર, મનહર પુષ્પ મેઘેરાં; દુખવવાં નહિ દયા લાવી, દરે રહી સુંઘવા જેવાં પુવારા જ્ઞાનના ઉંડે, શીતલતા આપતે વાયુ અમારા બાગ કુદરતને, રહી જ્યાં ખૂબ ખૂબ. રસીલા જ્ઞાન રોગીઓ, ભ્રમરવત્ જ્ઞાન રસ પીતા બુદ્ધચષ્યિ પૂર્ણ રસ પીને, સદા આનન્દમાં રહીશું.
ૐ શાન્તિ સંવત ૧૯૬૮ અધિક અષાડ સુદિ ૧૦.
૧૧
અમદાવાદ,
-
-
-
- -
For Private And Personal Use Only