________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ યોગનિષ્ઠ મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજી કૃત,
કાવ્ય સંગ્રહ.
ભાગ ૭ મે.
ને મા ! प्रणम्य श्रीमहावीरं, सर्वज्ञं पूर्णशान्तिदम् । सदरुं ज्ञानदातारं, स्मृत्वा काव्यं करोम्यहं ॥
૧
૩
भलुं कर ? सर्वजीवोनुं.
કવાલિ. ભલા માટે થયે તું શ્રેષ્ઠ, ભલું કરવા ધરી તે દે; ગુમાવીશ વ્યર્થ નહિ શક્તિ, ભલું કર સર્વ છે. સદા ઉપકારને માટે, બહુ સરઝાડ ને નદીઓ; થયે માનવ બહપુણ્ય, ઘણું ઉપકાર કર જગમાં. કરી ઉપકાર અપર, પછીથી કલેશ આદિથી; અહી પસ્તાય તે નહિ સુજ્ઞ, અનુદન ભલાનું કર? સહા નિસ્વાર્થ પ્રીતિથી, જગત્ સેવા કરી લેજે; જગત સેવા ફરજ માની, યથા શક્તિ પ્રવૃત્તિ કર ? પ્રથમ સેવાથી સેવક, બનીને ઉચ્ચ થાવાનું જગત સેવાર્થ સહુ શક્તિ, મળી તે વાપરી લેજે. કદિ કંજુસ ના બન તું, યથાશક્તિ મળ્યું તે ખર્ચ ખરું એ આર્યનું કૃત્યજ, સમરણમાં રાખજે ચેતન ! કરી ઉપકારનાં કૃત્ય, સદા તું ચાલજે આગળ; મળે બહુ વાપરે તેથી, ખરેખર ભાવિભવમાં તે. ગણી નિજ આત્મવત્ સને, કરૂણા સર્વ પર ધર ઝટ; “બુધ્ધિ ” બેધ માનીને, સુધારી લે જીવન બાકી.
ૐ રાતઃ ૨ ૧૯૬૮. મહા સુદી ૭ નવસારી,
૪
૫
For Private And Personal Use Only