________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૫૯] ગુરુને સેવે છે તે આમતિને અવયમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે
૨૭ યુગપ્રધાને
પૃ.
૨૭
અધ્યામજ્ઞાની મહામાએ યુગે યુગે સર્વ મહાત્માઓમાં પ્રધાન હોવાથી તે યુગપ્રધાને તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશબાર ભાષાના વિદ્વાન થવા માત્રથી અગર મનહર આકર્ષક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપંડિતે, કથા કરનારાઓ, ઉપદેશકે, વ્યાખ્યાનકાર, ક્રિયા કરનારાઓ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતાર્થમહાત્માઓ કે જે મૌન રહીને પણ અપૂર્વ શકિતને પ્રકાશ કરી શકે છે તે વિરલા છે. અન્ય મહાત્માઓ કરતાં તેનામાં એક પ્રકારની વિલક્ષણતા રહેલી હોય છે. અંધકારમય રૂઢિમય જમાનામાં તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આમાથી મનુષ્ય તેમને ઓળખી શકે છે. રૂઢિબળવાળાઓ પૈકી કવચિત અજ્ઞ મનુષ્યો તેઓના સામા પડે છે. પરંતુ તેઓ જે જે બાબતેને પ્રકાશ કરવા ધારે છે--કરે છે તે રૂઢિપ્રવાહમાં થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનુને પરમપદ પ્રાપ્ત કરવાના મુખ્ય સાધના મૂળઉદેશમાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની પુરુએની વંશપરંપરા એક સરખી રીતે વહે એ કંઈ નિયમ નથી. અંધકારમય જમાના પછી પ્રકાશમય જમાનો દિવસ અને રાત્રિની પડે થયા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુના
For Private And Personal Use Only